________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ जो मारिउण जीवे, मंसं भुंजंति जीहहोसेणं । ते अहिवडंति नरए, दुक्खसहस्साउले भीमे ॥४॥
ભાવાર્થ : તે માંસ ભક્ષણ કરનારાઓ જેના અંદર ઘણીજ વેદના છે એહવા ઘોર નરકને વિષે ઘણા કાળ સુધી કરવત વડે કરી છેદાય છે, ખડગ વડે કરી ભેદાય છે, તથા મંત્રાદિકને વિષે પીલાય છે. વિગેરે અનેક પ્રકારની વેદનાઓના ભોક્તા થાય છે. जो पुण मंसनिवित्तिं, कुणइ नरो सीलदाणरहिओ वि । सोच्चिय सोग्गइ गमणं, पावइ नत्थेत्थ संदेहो ॥६॥
ભાવાર્થ : શીયલ અને દાન રહિત એડવો જે માણસ હોય તે પણ જો માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તો તે માણસ પણ સ્વર્ગને વિષે ગમન કરે છે. તેના અંદર ઈહાં બીસ્કુલ સંદેહ નથી. पावेण वज्जियस्स य, देवत्तं हवइ अह नरिंदत्तं । सम्मत्तलद्धबुद्धी, कमेण सिद्धि पिपाविहिइ ॥१०॥
ભાવાર્થ : હવે જે જીવો પાપવડે કરી વર્જિત હોય છે તે જીવોને દેવપણું તથા નરેંદ્રપણું પ્રાપ્ત થાય છે તથા સમ્યકત્વ નિર્મલ બુદ્ધિને પામીને અનુક્રમે સિદ્ધિને મેળવે છે.
વિવેચન : કોઈ કોઈ સ્થળે જૈનમાં પણ અનાચાર જોવામાં આવે છે. આવા મહાનુભાવ જીવોએ સમજી પોતાની ભુલનો સુધારો કરવો જોઇએ. માંસના પેઠે મદિરા મધ માખણના અંદર પણ અગાધ પાપકર્મ કહેલ છે માટે સુજ્ઞ જીવોએ તેમનો પણ પરિહાર કરવો જોઇએ. ઔષધના અંદર મધ માખણ ખાવામાં આવે છે, તે પણ યોગ્ય નથી. મધ માખણ સાથે ઔષધનું ભક્ષણ કરનાર કાંઈ અજરામર થતો નથી, પણ મરણ પામી દુર્ગતિને શરણ થાય છે, માટે માંદગી પ્રસંગમાં મધ માખણ વિશેષે ત્યાગ કરવા લાયક છે.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org