________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(તપ કેવા પ્રકારનો ક્રવો જોઇએ.) सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण योगा न सियंति ॥१॥
* ભાવાર્થ : જે તપના કરવાથી મન કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પાદિકની ચિંતવના કરે નહિ તથા જે તપના કરવાથી ઇન્દ્રિયોને હાની પહોંચે નહિ તથા જે તપ કરવાથી મન વચન કાયાના યોગો સીદાય નહિ તેવા તપને કરવો જોઇએ.
વિવેચન : તપ કર્મ કરવાથી કિલષ્ટ કર્મની નિર્જરા થાય છે અને આત્મા કર્મ મેલથી મુકાય છે. પરંતુ એહવા પ્રકારનો તપ કરવો જોઈયે કે જેમાં આત્માના અધ્યવસાય દિન પ્રતિદિન ચડતા રહે વળી પણ વિશેષે શાંતિ અને ક્ષમા ધારણ કરવાની જરૂર છે, શાંતિ વિના તપ ફલીભૂત થતો નથી પણ તપનું ફળ ઢોળાઈ ફોડાઈ જાય છે. વળી પણ તપ જ્ઞાનદશા યુક્ત કરવાથી મહાલાભ થાય છે અને શીઘ્રતાથી કર્મનો અંત આવે છે. અજ્ઞાન દશાથી મહા ભારે તપ કરેલ હોય તો પણ અલ્પ ફળ આપવા વાળો તામલી તાપસના પેઠે થાય
છે.
(તામલી તાપસનો તપ.) सठ्ठि वाससहस्सा, तिसत्तखुत्तोदएण धोएण । अणुचिन्नं तामलिणा, अन्नाणतवुत्ति अप्पफलो ॥१॥
ભાવાર્થ : તામલી તાપસે સાઠ હજાર વર્ષ સુધી એકવીશ વાર ચોખાને ધોઇને તે પાણિ વડે કરી તપનું આચરણ કર્યું. પરંતુ અજ્ઞાન તપ હોવાથી તેનું ફલ અલ્પ થયું.
M૨૪)
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org