________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : આકાશને વિષે તથા પર્વતના મસ્તકને વિષે તથા જલને વિષે તથા સ્થલને વિષે તથા દારૂણ મહા અરણ્યને વિષે અને બીજા પણ મહાન સંકટોને વિષે પડેલા જીવ જે તે પોતાના પૂર્વકૃત પુણ્યના પ્રતાપથી રક્ષણ ભાવને પામે છે.
વિવેચન : આપણે ગમે તેવા ભયંકર અગર સામાન્ય સંકટમાં આવ્યા છતાં અને અનેક પ્રકારે તન તોડ ચાંપતા ઉપાયો કરવા છતાં પણ તેમાંથી મુક્ત થવાતું નથઈ તેનું મુખ્ય કારણ આપણી પુન્યાઇજ કાચી આ શિવાય બીજું સમજવું નહિ. માટે આત્માને સંકટથી મુક્ત કરવા અભિલાષાવાળા જિવોએ એહવા પ્રકારનું પ્રબળ પુન્ય કરવું કે જેથી કરી કોઇ પણ ભવે કોઈ પણ વખતે પોતાનો અંતર આત્મા દુઃખના અનુભવનો લેશ માત્ર પણ પામે નહિ.
ચિત્તની અસ્થિરતા
न क्रोधिनोऽर्थो न शठस्य मित्रं, क्रूरस्य न स्त्री सुखिनो न विद्या, न कामिनां ह्रीरलसस्य न श्रीं सर्वं तु न स्याद નવસ્થિતમ્ય, શાશા
?
ભાવાર્થ : ક્રોધિ માણસને પૈસાની પ્રાપ્તિ થતી નથી, તથા શઠ માણસને મિત્રની પ્રાપ્તિ થતી નથી, તથા કુર માણસને સ્ત્રીની પ્રાપ્તિ થતી નથી તથા સુખી માણસને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. તથા કામી માણસોનો લજ્જા હોતી નથી, આલસુને લક્ષ્મીની પ્રાપ્તિ થતી નથી અને જેના ચિત્તનું ઠેકાણું નથી તેવા અસ્થિર ચિત્તવાલા જીવોને ઉપરોક્ત કાંઇપણ પ્રાપ્ત થતું નથી.
Jain Education International
૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org