________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ तामलि तणइ तवेण, जिणमइ सिज्झइ सत्तभव । अन्नाणह दोसेण, तामलि ईसाणिं गयउ ॥२॥
ભાવાર્થ : જે તપ કર્મ તામલી તાપસે અજ્ઞાનપણે તપેલ હતો તે તપ જૈન શાસનને વિષે તપનારા ભવ્ય જીવો જો તે પ્રકારે તપ તપે-કરે તો સાત ભવે મુક્તિ સુખને પામે પરંતુ અજ્ઞાન તપ કર્મના દોષથી તામલિ તાપસ ઇશાન દેવલોકે ગયો.
(માંસ નિષેધ) जो खाइउण मंसं, मज्जइ तित्थे सुकुणइ वयनियमं । ततस्सकिलेसकर, अयालकुसुमं व फलरहियं ॥१॥
ભાવાર્થ : જે માણસ માંસનું ભક્ષણ કરીને તીર્થને વિષે જઈ સ્નાન કરે તથા વ્રત નિયમાદિક ધારણ કરે, તે સર્વ તેને ફલરહિત પુષ્પના પેઠે કલેશ કરવાવાળું થાય છે. जो भंजइ मूढमई, मंसं चिय सुक्करुहिरसंभूयं । सो पावकम्मगरुओ, सुइरं परिभमइ संसारे ॥२॥
ભાવાર્થ : જે મૂઢ બુદ્ધિવાળો માણસ શુક્ર અને રૂધિર વડે કરી વ્યાપ્ત થયેલ માંસના ભક્ષણને કરે છે તે પાપ કર્મ વડે કરી ભારે થઈ ઘણા કાળ સુધી સંસારને વિષે પરિભ્રમણ કરે છે. मंसासायाण निरओ, जीवाण वहं करेइ तिक्खुत्तं । जीववहम्मिय पावं, .पावेणय दोग्गइं जाइ ॥३॥
ભાવાર્થ : માંસના આસ્વાદન કરવાને વિષે રક્ત જે માણસ સદાકાળ વારંવાર જીવોના વધને કરે છે, તો જીવ ઘાત કરવાથી પાપકર્મને બાંધે છે અને પાપકર્મથી દુર્ગતિને વિષે ગમન કરે છે.
૨૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org