________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ હે મૂઢ માણસ ! તારે તે બોલવાની શું જરૂર છે. તેનો વિચાર કરે? કારણ કે તેમ કરવાથી તેને કોઈપણ પ્રકારનો અર્થ મળતો નથી. અર્થાત્ પરદોષ ઉદ્ઘાટક કરવાથી તને કાંઈ પણ લાભ થતો નથી તો તે તહારો શત્રુ તો ક્યાંથી જ થાય (કહેવાય) માટે પરપ્રવેશ ત્યાગ કરવો તેજ શ્રેયસ્કર છે, પરના દોષો ઉદ્ઘાટન કરવાથી અસત્ય અને માયામૃષાના દોષો લાગે છે કારણ કે દ્વેષી માણસ બીજાના ગમે તે પ્રકારે અવર્ણવાદ બોલે તે કાંઈ સત્ય હોતા નથી.
(પરોપકારપણું) मेहाणजलं चंदणं तहतरुवराण फलनिचयं । सुपुरिसाण ऋद्धी सामन्नं सयललोयस्स ॥१॥
ભાવાર્થ : મેઘોનું જલ તથા ચંદન તથા વૃક્ષોના ફળનો સમૂહ તથા સપુરૂષોની ઋદ્ધિ આ ઉપરોક્ત સર્વે લોકોને સમાન રીતે ફળ આપનારા અર્થાત્ ઉપકાર કરનારા છે.
વિવેચન : પરોપકારી સત્યવંત માહાનુભાવોમાં મૂછ રહિતપણુ વિનીતપણું ગાંભીર્યપણું સત્યપણું અતુચ્છપણું વિદ્યા વિનોદ વિનય સંપન્નપણું અને અદીનપણું તેમજ શૌર્યપણું પ્રગટ થાય છે અને તેથી આત્માનો સંસાર થકી વહેલો પાર આવે છે. પરોપકારી માહાત્માઓના હજારો દષ્ટાંત મોજુદ છતાં પરોપકાર પરાયણતા ઘણે ભાગે નષ્ટ થયેલી જોવામાં આવે છે અને વિશેષે કરી આપણા ઉપર ઉપકાર કરેલ હોય તેનો પણ આપણે અપકારકરીયે છીયે, આ બહુજ ગેરવ્યાજબી છે કારણ કે ઉપકારનો બદલો કોઈપણ રીતે વાળી શકાતો નથી કહ્યું છે કે – दुःप्रतिकारौ मातापितरौ स्वामीश्च गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतर प्रतीकारः ॥१॥
ન ૧૬ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org