________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : ઈહલોકને વિષે માતા પિતા સ્વામી અને ગુરૂ દુપ્રતીકારક છે, તેમાં પણ ગુરૂ તો ઈહલોક અને પરલોક બન્નેને વિષે દુષ્પતીકારક જ છે.
વિવેચન : એ ઉપર પ્રમાણે મહાત્મા શ્રીમાન ઉમાસ્વાતિવાચક મુખ્ય કથન કરે છે, હાલમાં જે આપણે ઉપકારના બદલામાં અપકારની લાઈન પકડી છે તેના માઠા કટુક ફલો આપણને કેવા પ્રકારના ભોગવવા પડશે તે એક જ્ઞાનિ મહારાજ જાણે બીજાથી કહી બોલી શકાય તેમ નથી. સુજ્ઞ જીવોએ ઉપકાર કરનાર પ્રાણિને પોતાના પ્રાણ અર્પણ કરીને પણ ઉપકારનો બદલો વાળવો લાયક છે તો અપકાર કરવાની તો વાટ જ શું કહેવી અર્થાત્ મરણ પામવું પણ અપકાર કરવો નહિ.
માતા પિતાનું સ્વરૂપ) भूर्मेगरीयसी माता, स्वर्गादुच्चतरः पिता । जननी जन्मभूमिश्च, स्वर्गादपि गरीयसी ॥१॥
ભાવાર્થ : ભૂમિ થકી માતા મોટી છે તથા સ્વર્ગ થકી પિતા મહાન છે. માતા અને જન્મભૂમિ આ બન્ને સ્વર્ગ થકી ઉચ્ચતર ઉંચા છે. पिता स्वर्गः पिता पूज्यः, पिता हि परम तपः । पितरि प्रीतिमापन्ने, प्रियं ते सर्वदेवताः ॥२॥
ભાવાર્થ : પિતા તેજ સ્વર્ગ છે પિતા પૂજનીય છે. તથા પિતા તે જ નિશ્ચય પરમ તપ છે, પિતા પ્રીતી પામે છતે દેવતા પ્રિતિ પામે છે.
વિવેચન : શાસ્ત્રકાર મહારાજાઓના પોકારો રૂપી દુંદુભીના નાદને શ્રવણ કરતાં છતાં પણ માતા પિતા સાથે લડી વઢી જુદા પડી
~૧૭)
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org