________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
અહિંસા સર્વનીવેષુ, તત્વજ્ઞ: પરિભાષિતા । इदं हि मूल धर्मस्य, शेषस्तस्येव विस्तरः ॥ १ ॥ .
ભાવાર્થ : તત્વને જાણનારા મહાપુરૂષોએ સર્વ જીવોને વિષે અહિંસાને કથન કરેલી છે. કારણ કે અહિંસા તેજ ધર્મનું મૂલ છે. શિવાય બાકી રહેલ તે તો તેના વિસ્તારભૂત છે. यथा मम प्रियाः प्राणास्तथा तस्यापि देहिनः । કૃતિ મત્વા ન ર્તવ્યો, થોઃ પ્રાળિવધો બુધઃ ॥૨॥
ભાવાર્થ : દયાળુ જીવોને વિચાર કરવો જોઇએ કે જે પ્રકારે મારા પ્રાણો પ્રિય છે તે પ્રકારે દરેક જીવોને પણ પોતાના પ્રાણ અત્યંત પ્રિય છે એવું જાણિ પંડિત પુરૂષોએ ઘોર એવો પ્રાણિ વધ કરવો નહિ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासियष्टयाद्यै, मर्यमाणस्य किं पुनः ॥३॥
ભાવાર્થ : દરેક મનુષ્યોને એવી ચિંતવના કરવી જોઇયે કે એક કાંટો માત્ર વાગવાથી મહાવેદના ઉત્પન્ન થાય છે, તો ચક્ર ભાલુ તરવાર અને લાકડી આદિ શસ્ત્રના પ્રહાર કરવા વડે કરી નિરપરાધી જીવોને મારવાથી તેઓને દુ:ખ થતું હોય તેનું વર્ણન કેમ થઇ શકે ? दीयते मार्यमाणस्य, कोटिं जीवितमेव वा । धनकोटिं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥४॥
ભાવાર્થ : કોઈપણ પ્રાણિ કોઈપણ જીવના પ્રાણને હરણ કરતો હોય તે સમયે જો કોઈ માણસ મરનારને કોટિ દ્રવ્ય આપે, અથવા જીવિતવ્ય આપે, તો કોટી દ્રવ્યનો ત્યાગ કરી જીવિતવ્યને અંગીકાર કરશે. કારણ કે કોટિ દ્રવ્ય કરતાં પ્રાણિયોને જીવિતવ્ય અત્યંત ઇષ્ટ હોય છે.
Jain Education International
૧૨
For Personal & Private Use Only
www.jainelibrary.org