________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
कपिलानां सहस्त्राणि, यो द्विजेभ्य: प्रयच्छति । अकस्य जीवितं दघात्, न च तुल्यं युधिष्ठिर ॥३॥
ભાવાર્થ : કોઈપણ માણસ હજાર ગાયો બ્રાહ્મણોને દાનને વિષે આપે અને એક જીવને જીવિત દાન આપે તો હે યુધિષ્ઠિર ! ગાયોનું દાન અભય દાનંના તોલે આવી શકે નહિ.
हेमधेनुधरादीनां, दातारः सुलभा भुवि । दुर्लभो पुरुषो लोके, यः प्राणिश्वभयप्रदः ॥४॥
ભાવાર્થ : સુવર્ણ ગાય તથા પૃથ્વી ઇત્યાદિક અનેક પ્રકારના દાન આપનારા પૃથ્વી ઉપર સુલભ હોય છે, અર્થાત્ ઉપરોક્ત દાન આપનારા ઘણા હોય છે પરંતુ મરણ થકી બચાવી· પ્રાણિયોને અભયદાન આપનાર પુરૂષ લોકને વિષે દુર્લભ હોય છે. यो दघात्कांचनं मेरुं, कृत्स्नं चैव वसुधरां ।
एकस्य जीवितं दघात्, न च तुल्यं युधिष्ठिर ॥५॥.
ભાવાર્થ : એક માણસ કાંચનમય મેરૂપર્વત જેટલા સુવર્ણનું તથા સમગ્ર પૃથ્વીનું દાન આપે અને એક જીવને જીવિતવ્યનું દાન આપે તો હે યુધિષ્ઠિર ! બન્ને સરખા થતા નથી કિંતુ અભયદાન વધી જાય છે,
महतामपि दानानां कालेन क्षीयते फलं ।
भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ ६ ॥
'
• ભાવાર્થ : કોઈપણ માણસ મોટામાં મોટા દાનને આપી
'
મહાફલને ઉપાર્જન કરે છે તે પણ ફલ કેટલાક કાલે ક્ષીણ થઇ જાય છે પરંતુ મરણ થકી ભય પામેલા જીવોને અભય દાન આપવા થકી અભયદાનનું ફલ કોઈ પણ કાલે ક્ષય થતું નથી. માર્કેડ પુરાણમાં કહ્યું છે કે -
Jain Education International
૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org