________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
દિવસે ભોજન કરનારાના ભોજનમાં કીડી મકોડી કુંથુઆ ધનેડા એળમગતરા ડાંસ કંસારી માખી વિગેરે આવી હોય તેને પણ ચક્ષુ મીંચીને જમનારા દેખતા નથી. તો રાત્રિને વિષે અનેક નાના જીવો આહારના ઉઘાડા ભાજનમાં પડવાથી ક્યાંથી જ દેખવામાં આવે અને જીવોના સમૂહ રૂપ આહાર કરવાથી બુદ્ધિ નિર્મળ કયાંથી થાય ? નિર્મળ બુદ્ધિ વિના દેવ ગુરૂ ધર્મ અને પોતાનો સનાતન માર્ગ કયાંથી જ નીહાળી શકે માટે ઉત્તમ જીવોયે રાત્રિ ભોજનને વર્જવું જોઈયે અન્ય દર્શનીયોના પુસ્તકોને વિષે પણ રાત્રિ ભોજન ત્યાગ કરવાનું કહેલ છે. पयोदपटलच्छन्ने, नाश्चंति रविमंडले । अस्तंगते तु भुंजानाः अहो मानोः सुसेवकाः ॥१॥
ભાવાર્થ : મેઘ પટલ વડે રવિમંડળ આચ્છાદન થયે રાત્રે ન ભોજન કરનારા તેજ સૂર્ય અસ્ત થયા પછી ભોજન કરે છે. અહી અહો એવા સૂર્યના સેવકની તમો ચેષ્ટાઓને જુઓ. - વિવેચન : કેટલાક લોકો સૂર્ય દેખવામાં ન આવે ત્યારે દિવસે ભોજન કરતા નથી પણ આશ્ચર્યની વાત એ છે કે રાત્રિયે તો તેઓ ખાય છે. સૂર્ય રાત્રિમાં બીસ્કુલ ન દેખાય ત્યારે તો રાત્રિ ભોજનનો આ રીતે તદન ત્યાગ કરવો જોઈએ જૈન કુળને વિષે ઉત્પન્ન થયેલા જીવોને જૈન શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ભોજનનો સર્વથા ત્યાગ હોવો જોઇએ, તેને બદલે એટલે હદે કુટેવ પડી છે કે સાયંકાળે પોતાના ઘરમાં ખાધું હોય છતાં રાત્રિયે હોટલમાં જઈ ચાહ દુધ પુરી ભજીયા લાડુ કચેરી કંદમૂળ બટાકા રીંગણાના અભક્ષ્ય શાકો અને અનેક વાસી ચીજોનું ભક્ષણ કરી આલોક તથા પરલોક બન્ને બગાડે છે. જૈનકુળમાં જન્મેલા છતાં તમારી આવી દુર્ગતિમાં ગમનની રાત્રિ ભોજનની ગાઢ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org