________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભૂમિ ઉપર બેસવા ઉઠવાથી સામાયિક કરવા છતાં પણ પ્રમાદ દોષથી શાસ્ત્રકાર મહારાજા તેના સામાયિકને નિષ્ફલ કહે છે. ૧ હવે સામાયિકને કરનાર માણસ પણ સામાયિકને લઈને કોઈપણ વચન બોલે તે પ્રથમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને બોલે અને તે પણ નિર્વદ્ય વચન બોલે અન્યથા વિપરીત બોલવાથી તેનું સામાયિક નિષ્ફળ થાય છે. ૨. કોઈ જીવે સામાયિક કરવાનો નિયમ લીધો હોય તેનું સ્મરણ ન કરે કે માહારે સામાયિક ક્યારે કરવું તથા મેં સામાયિક કર્યું કે નહિ આવી ચિંતા ન કરે અગર મેં સામાયિક કર્યું છે કે નથી કર્યું આવી રીતની ચિંતા કરવાથી કદાચ કરેલ સામાયિક હોય તો પણ નિષ્ફલ ગણાય છે, કારણ કે ઉપયોગ તેમજ પ્રમાદના ત્યાગ પૂર્વક સામાયિક કરવાનું ફરમાન છે. ૩ સામાયિક કરનાર સામાયિક લઈ તુરત સામાયિક પારે અગર પોતાની મરજી મુજબ પારે તથા ચિત્તને વ્યાક્ષિત રીતે રાખી તેમજ ચિત્તને ડામાડોળ અને પરની કોઈ પણ વાતમાં જોડી સામાયિક કરે તથા અનાદરથી સામાયિક કરે તો કરેલું સામાયિક શુદ્ધ નહિ થતા નિષ્ફલ જાય છે કિં બહુના? લાભ કરતાં હાનિ વધારે થાય છે.
સત્રિ ભોજન કરનારા દુઃખી થાય છે. करचरणफुटकेसा, बीभच्छा दूहवादरिदाय । तणदारुजीविया ते, जेहि य भुत्तं वियालम्मि ॥१॥
ભાવાર્થ : જે જીવો રાત્રિના વિષે ભોજન કરે છે તેના હાથ પગ તથા કેશાદિક ટુટેલા પુટેલા હોય છે. તેમજ બીભત્સ દેખાવવાળા દુખી દીવ અને દરિદ્રો હોય છે. વલી તૃણના ભારા અને કાષ્ટના ભારા લાવી લાવીને આજીવિકા ચલાવનારા હોય છે.
વિવેચન : જૈન સિદ્ધાંતોમાં રાત્રિ ભોજનનું મહાપાપ કહેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org