Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
નિર્ણય કરવામાં શુષ્ક તર્કને અંતિમ નિર્ણાયક પ્રમાણ સ્વરૂપે સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ ફરમાવે છે.
લાઈટ ચાલુ-બંધ કરવામાં વિરાધના થાય કે નહિ ? વીજળીથી ચાલતા સાધનો વાપરવાથી કર્મબંધ થાય કે નહિ?” આ બાબત મોક્ષમાર્ગસંબંધી છે; આધ્યાત્મિક માર્ગસંબંધી છે. આ અતીન્દ્રિય પદાર્થ છે. તેથી આ બાબતમાં યથાર્થ નિર્ણય કરવા માટે સચોટ આધાર તો કેવલજ્ઞાન કે સર્વજ્ઞપ્રરૂપિત આગમ-શાસ્ત્રો જ બની શકે છે, નહિ કે પાંગળો તર્ક અને વામણી બુદ્ધિ.
હાં શાસ્ત્રનું મહત્ત્વ આથી જ દર્શનશુદ્ધિ પ્રકરણ નામના શાસ્ત્રમાં જણાવેલ છે કે
"जम्हा न मोक्खमग्गे मुत्तूणं आगमं इह पमाणं । વિપ્ન છ૩મસ્થામાં તહીં તત્થવ નä ||” (ગાથા.૧૦૫)
મતલબ કે જૈનશાસનની અંદર મોક્ષમાર્ગનો નિર્ણય કરવામાં જૈન શાસ્ત્રને છોડીને બીજું કોઈ નિશ્ચાયક પ્રમાણ છબસ્થ (= અસર્વજ્ઞ) જીવો માટે નથી. માટે મોક્ષમાર્ગસંબંધી પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવા માટે જૈનશાસ્ત્રને જ યથાર્થ રીતે સમજવાનો ઉદ્યમ કરવો જોઈએ. ધર્મની બાબતમાં વૈજ્ઞાનિક પ્રમાણને અંતિમ નિર્ણાયક સ્વરૂપે ન ગણી શકાય.
તેમ છતાં આપણી બુદ્ધિની ફુટપટ્ટી ટૂંકી પડે ત્યાં પાંગળી બુદ્ધિની વ્યર્થ ખેંચતાણ કરવાના બદલે આચારાંગ સૂત્રમાં બતાવ્યા મુજબ “તમેવ સર્ઘ નિસ્તે = નિહિં પ૩ (૫/પ/૧૬૫) જે જિનેશ્વર વીતરાગ તીર્થકર ભગવંતોએ બતાવેલ છે તે જ નિઃશંકપણે સત્ય છે.” – આવી હાર્દિક ભાવના રાખી સ્વભૂમિકાયોગ્ય આધ્યાત્મિક સાધનામાં મસ્ત રહેવું એ જ કલ્યાણકારી માર્ગ છે. પરંતુ આપણી બુદ્ધિની મલિન ચમચીથી આગમિક પદાર્થોના નિર્મળ નીરને ડહોળવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org