Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
નથી. તેથી સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ વગેરેની જેમ બલ્બના પ્રકાશને અચિત્ત માની ન શકાય.
આતપનામ કર્મ, ઉદ્યોતનામ કર્મ, તેજલેશ્યા કે ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદય વિના અન્ય કોઈ પ્રકારે તો ગરમી-પ્રકાશ વગેરેની ઉત્પત્તિ શકય જ નથી. બલ્બમાં કાંઈ ફક્ત વિસસાપરિણામજન્ય ગરમીપ્રકાશ વગેરે તો માની ન જ શકાય. બાકી તો તે માણસના પ્રયત્ન વિના પરમાણુગતિની જેમ ગમે ત્યારે અથવા વાદળની જેમ ચોક્સ સમયે બલ્બમાં આપમેળે તે ઉત્પન્ન થાય અને રવાના થાય તેવું માનવું પડે. પરંતુ હકીકત તેવી નથી. માટે પારિશેષન્યાયથી ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદયવાળા બાદર અગ્નિકાયના જીવોનું જ ત્યાં અસ્તિત્વ માનવું રહ્યું. કારણ કે “૩uTuíદ્રિનામા દ્વીધ્યતે' આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિ (ભાગ-૩/ગા.૨૧૪૬ વૃત્તિ) ના વચન મુજબ ઉષ્ણસ્પર્શાદિ નામ કર્મના ઉદયથી અગ્નિ પ્રકાશે છે- આ વાત શાસ્ત્રસિદ્ધ છે.
ૐ મહાપ્રજ્ઞ છળકપટથી ન છેતરાય છે બીજી એક મહત્ત્વની વાત અહીં કરી લેવી આવશ્યક છે. કોઈ માણસ ભીંડા, દૂધી, ટીંડોળા, ગલકા વગેરે શાકને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે જીવાભિગમ આગમનો પાઠ આપે. સફરજન, કેરી, ચીકુ, મોસંબી વગેરે ફળોને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે પન્નવણા સૂત્રની સાક્ષી દર્શાવે. કોથમીર, મેથી,
૧. પ્રસ્તુતમાં આગમવિદ્ પ્રાજ્ઞ પુરુષોએ ખાસ એક વાતની નોંધ લેવા જેવી છે કે આકાશમાં થતી વીજળી પણ માત્ર વિસસાપરિણામજન્ય નથી. કારણ કે તે પન્નવણા, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગમ મુજબ તેઉકાય જીવસ્વરૂપ હોવાથી વીજળીની ઉત્પત્તિમાં જીવનો પ્રયત્ન પણ ભળેલો છે જ. ભગવતીસૂત્ર આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં મિશ્રપરિણામયુક્ત (વૈઋસિક + પ્રાયોગિક) જે દ્રવ્ય બતાવેલ છે તેમાં જ આકાશીય વીજળી વગેરેનો સમાવેશ કરવો વ્યાજબી જણાય છે.
(૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org