Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
અનંત નૈયિક પરમાણુઓથી બનેલો સ્થૂલ-સ્કંધસ્વરૂપ વ્યવહારિક પરમાણુ પણ જિનાગમ મુજબ શસ્ત્ર દ્વારા છેઘ નથી તો શસ્ત્ર દ્વારા તોડી શકાય તેવો વિજ્ઞાનમાન્ય અણુ તો તેના કરતાં સ્કૂલ જ હોય - આટલું સ્પષ્ટપણે નિશ્ચિત થાય છે.
વિજ્ઞાનજગતની દૃષ્ટિએ તો અણુ પછી પરમાણુ, પછી ન્યુટ્રૉન, પછી પ્રોટૉન તથા ઈલેક્ટ્રૉન (વીજાણુ) અને ફોટોન (તેજાણુ) એવા મશઃ વધુને વધુ સૂક્ષ્મતર કણો શોધાતા ગયા છે. ૧૯૩૫માં જાપાની વૈજ્ઞાનિક મુકાબાએ તેના કરતાં પણ વધુ સૂક્ષ્મ કણોના અસ્તિત્વની જાહેરાત કરી. અત્યારે પરમાણુના ઘટકો રૂપે ૨૫૬ કણો અને ૨૫૬ પ્રતિકણો નોંધાયા છે. એના બે વર્ગ છે : લેપ્ટોન (વીજાણુ, ન્યુટ્રીનો, મ્યુઓન આદિ) અને હેડરોન (ન્યુક્લિયોન, પાયોન વગેરે) ૧૯૬૩માં મરે જેલ-મનના કવાર્ક સિદ્ધાન્ત મુજબ, ૩ ક્વાર્કના બનેલા બેરિયોનનું પ્રોટાણુમાં અને ૨ કવાર્કના બનેલા મેસોનનું લેપ્ટોન તથા પ્રકાશાણુમાં રૂપાંતર થાય છે. અત્યાર સુધી આવા કુલ ૧૮ ક્વાર્ક અને ૧૮ પ્રતિક્વાર્ક શોધાયા છે. દ્રવ્યાત્મક પદાર્થના ઘટકસ્વરૂપ પ્રાથમિક કણો તરીકે વીજાણુ (Electron), મ્યુઓન, ન્યુટ્રીનો, કવાર્ક, તાઉં મનાય છે. તથા બલકણો સ્વરૂપે ડ્યુઓન, ગુરુત્વાણુ, તેજાણુ (Photon) અને બોસોન મનાય છે. આ પ્રમાણે બંસીધર શુકલજીએ જ્ઞાનસંહિતા (આવૃત્તિ પાંચમી, પૃષ્ઠ
મધ્યમાંથી પસાર થઈ શકે છે ? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે ? આ અર્થ સમર્થ નથી. કેમ કે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં શીઘ્રતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીઘ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિસ્ખલના પામે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે તેના પર પ્રતિસ્ખલના રૂપે શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે ? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં કોહવાઈ જાય છે અથવા જળરૂપ પરિણમિત થઈ જાય છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી.
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org