Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
તીર્થકર ભગવંતોને માન્ય છે. મતલબ કે ચિત્ત-અચિત્તનો વ્યવહાર તથા નિર્ણય કરવા આપણા માટે કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન પ્રમાણ સિદ્ધ થાય છે. આ અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન સિદ્ધ થાય છે તો પાંગળી બુદ્ધિ કે શુષ્ક તર્ક કરતાં તો શ્રુત વધુ બળવાન જ બને ને ! આપણા માટે તો શ્રુતજ્ઞાનની જ સૌથી વધુ વિશ્વસનીયતા-ઉપાદેયતા-પ્રમાણરૂપતા છેઆવું જાહેર કરવા માટે તો “શ્રુતધર ગવેષણા કરીને, શ્રુતના ઉપયોગથી નિર્દોષ તરીકે જાણીને જે ગોચરી લાવે તે ગોચરી કેવલીને દોષિત જણાતી હોય તો પણ કેવલજ્ઞાની તે ગોચરીને વાપરે છે. બાકી તો શ્રુત અપ્રમાણ બની જાય- આવું ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહી તે ગાથા
आहो सुओवउत्तो सुयनाणी जइ वि गिण्हइ असुद्धं । તે વર્તી વિ મુંગફુ સામાન સુર્થ ભવે ડુંદરી || (ગા.૫૨૪)
આમ આપણા માટે તો કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના સ્વરૂપ વગેરે વિશેની મૂંઝવણ દૂર કરવા માટે શ્રુત જ અત્યંત આદરણીય, પરમ વિશ્વસનીય, દઢ આધારભૂત અને પ્રબળ પ્રમાણભૂત છે.
વર્તમાનમાં ઉપલબ્ધ પંચાંગી આગમ અને આગમાવલંબી શ્રુતના માધ્યમથી ઉપરોક્ત રીતે વિચારવિમર્શ કરતાં અમને તો ઈલેક્ટ્રીસીટી અને બલ્બ પ્રકાશ વગેરે સચિત્ત અગ્નિકાય તરીકે જ નિશ્ચિતરૂપે જણાય છે. ભવભરુ-પાપભીરુ મુનિઓ-મુમુક્ષુઓશ્રદ્ધાળુ આરાધકો આ બાબતમાં મધ્યસ્થતાથી આગમાનુસારે નિર્ણય કરી શકે તે માટે આગમાદિના વચનો તથા વિજ્ઞાનને પણ આદરથી જોતા આરાધકો વિજ્ઞાન અને આગમના સમન્વયથી નિશ્ચય કરી શકે તે માટે મોર્ડન સાયન્સના પણ સૈદ્ધાત્તિક વચનો પ્રસ્તુત વિચારણામાં આધારરૂપે બતાવેલ છે. બન્ને એંગલથી વિચારણા કરતાં અમને ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુત બલ્બનો પ્રકાશ- આ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org