Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
વપરાશમાં જ માત્ર સ્થાવરકાય અને ત્રસકાય જીવોની વિરાધનાનો દોષ લાગે છે- એવું નથી. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ ઢગલાબંધ ત્રસકાય પંચેન્દ્રિય જીવોની હિંસાનો મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં ટંરબાઈનના ધારદાર દાંતાઓથી લાખો માછલાઓની હિંસા થાય છે. ટરબાઈનના દાંતાઓમાં ફસાયેલાકપાયેલા માછલા વગેરેના માંસના મોટા જથ્થાના લીધે ટરબાઈન બંધ પડી ન જાય તે માટે દર છ-આઠ કલાકે તેના દાંતાઓને સાફ કરવા પડે છે. તેમાંથી ટનબંધ માંસ નીકળે છે. ટરબાઈનની નજીકમાં વહેતું પાણી પણ લોહીયાળ બની જતું હોય છે. આટલી ઘોર હિંસાના ભોગે ઈલેકટ્રીસીટી તૈયાર થાય છે. તેની હિંસાનું ઘોર પાપ ઈલેકટ્રીસીટીનો ઉપયોગ કરનારને અવશ્ય લાગે જ છે. આમ ઈલેક્ટ્રીસીટીના ઉત્પાદનમાં હિંસા અને તે સચિત્ત હોવાથી તેના ઉપભોગમાં પણ હિંસા દોષ સ્પષ્ટપણે ઉભરાઈ આવે છે.
ખરેખર ત્રસ-સ્થાવર બન્ને પ્રકારના ઢગલાબંધ જીવોની હિંસાથી કલંકિત થયેલા માઈક-લાઈટ-ફેન-ફોન-ફેક્સ વગેરેનો સીધો વપરાશ જીવનભર સર્વહિંસાના ત્યાગી એવા જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? તેમ કરે તો તેમનું અહિંસા મહાવ્રત કઈ રીતે નિર્મળ રહી શકે ? માટે ‘ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોનો ઉપયોગ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે નિષિદ્ધ છે'- એવું માનનારી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ ભગવંતોની જે પરંપરા ચાલી આવે છે તે સુવિહિત જ છે - એવું સિદ્ધ થાય છે. આ કોઈ અંધ પરંપરા નથી. પરંતુ આગમઆધારિત પવિત્ર અને વિશ્વસનીય પ્રણાલિકા છે. ‘સર્વજન-હિતાય’ અને ‘સર્વજન-સુખાય’ની ઉત્તમ ભાવના ધરાવનાર જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો ઈલેકટ્રીસીટીના સાધનોનો વપરાશ કરી મૂઢતાથી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે તેના બદલે કર્મનિર્જરા
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org