Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
આવી બેઢંગી અને કઢંગી જીવનશૈલી જોતાં હોઠેથી સહજભાવે ઉદ્ગાર નીકળી જાય છે કે “અહો ! વર્ણ, સદો ! , તત્ત્વ ન ज्ञायते परम् !'
હૃ5 પ્રચાર અને પ્રસાર કોનો? તદુપરાંત મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે આચાર્યપ્રવરશ્રી નથમલજી આધુનિક સાધનોના માધ્યમથી પ્રચાર અને પ્રસાર શ્રીજિનશાસનનો કરવા માંગે છે કે પોતાના પંથનો-તેરાપંથનો કરવા માંગે છે ? એની પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. પોતાના મઠ-મત-સંપ્રદાય-પંથની પુષ્ટિ માટે આટલી હદે નીચે ઉતરવાની વાત ક્યા આગમમાં જોવા મળશે ? તથા અગત્યની વાત તો એ છે કે આધુનિક સાધનોના મિડિયાથી તેરાપંથના મૂળભૂત સિદ્ધાન્તો જો જગજાહેર થાય તો તેરાપંથનો સંપ્રદાય વિશ્વમાં ધર્મ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે કે કેમ ? એ પણ લાખ ડોલરનો પ્રશ્ન છે. ‘દયા, દાન, મૂર્તિપૂજા વગેરે કરવાથી પાપ લાગે છે'- આ તેરાપંથની ૧. આ બાબતની વિસ્તારથી વિગત મેળવવા માટે જુઓ (૧) “મનુ ટાઈમ્સ' મેગેઝીનમાં “થોથુમલ તુલસી ઔર ભોદુમલ નથમલજી' લેખ તથા (૨) “તેરાપંથના આચાર્ય તુલસીરામજીને ૭૫ પ્રશ્નો” (પુસ્તિકા પ્રકાશક- શ્રી દયાદાનપ્રચારક સમિતિ દિલ્હી તરફથી ધીરજલાલ કેશવલાલ તુરખીયા.) २. अव जैनों के बीच पंथ है एक- तेरापंथ । आचार्य तुलसी का पंथ । वहाँ अहिंसा की व्याख्या ठीक अहिंसा के विपरीत चली गयी है । तर्क के बड़े मजे हैं । चीजें इतनी खींची जा सकती है कि अपने से विपरीत हो जाएँ । तेरापंथ कहता है कि अगर राह से तुम चल रहे हो और कोई आदमी मरता हो किनारे, प्यास के मारे चिल्लाता हो- 'पानी,पानी,' तो भी पानी मत पिलाना । क्यों ? क्योंकि उस आदमी को अपने कर्मों का फल भोगना पड़ रहा है । उसने कुछ पाप किये होंगे, जिसके कारण वह मर रहा है। तुम्हारी यह अहिंसा है कि तुम उसके इस कर्मफल के भोगने में वाधा न दो । क्योंकि वाधा डालने से अड़चन होगी उसे । तुम चुपचाप अपने रास्ते पर चलो । यह अहिंसा तो प्रेम के विलकुल विपरीत हो गयी ! और तर्कयुक्त मालूम पड़ती है । तर्क खोज लिया ।
तर्क यह खोज लिया कि वह आदमी अगर मर रहा है प्यासा, तो किसी पाप के कारण
૧૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org