Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પરમપૂજ્ય ગચ્છાધિપતિ આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી (કલિકુંડવાળા) મ.સા.
‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પ્રકાશન વાંચ્યું. કેટલાક કહેવાતા જ્ઞાની લોકોએ ‘વિજળી નિર્જીવ છે' એ વાત સાબિત કરવા પોતાની માન્યતા પ્રમાણેની તર્ક-દલીલો કરવા પ્રયત્ન કરેલો તેનો વિદ્વાન મુનિશ્રીએ તર્ક સાથે આગમપાઠોથી પણ તેનું સુંદર નિરસન કરેલ છે. વિજળી સચિત્ત છે એ વાત સરસ રીતે સાબીત કરી છે. ભ્રમણા ફેલાવનાર તત્ત્વો સામે લાલબત્તી ધરનાર મુનિશ્રી અભિનંદનના અધિકારી છે. આ પ્રકાશન સાદ્યંત વાંચી જવા પૂ. સાધુ-સાધ્વીજીઓને ખાસ વિનંતી છે.
પરમપૂજ્ય કેશરસૂરીશ્વરજી મ.ના સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી..........
વર્તમાનયુગમાં વપરાતી ઈલેક્ટ્રીસીટીને ‘ઉર્જાશક્તિ'નું રૂપાળુ નામ આપી અચિત્ત જાહેર કરનાર નૂતનમતવાદી સામે પડકાર મૂકતું આ પુસ્તક ખરેખર શ્રદ્ધાળુ અને દયાપ્રેમી લોજન માટે ખૂબ ઉપયોગી નીવડશે. અલબત્ત કેટલોક ધર્મપ્રેમી વર્ગ ઈલેકટ્રીસીટીને સચિત્ત માનવા સાથે તેના પ્રકાશને અચિત્ત માને છે. તેવાઓના માટે પણ પૂરતી દલીલો અને આગમિક પાઠો પ્રસ્તુત પુસ્તિકામાં છે. ખાસીયત એ છે કે પ્રતિવાદી માટે વપરાતા શબ્દો મુલાયમ અને મૈત્રીસભર છે.
शर्वन्द सुशि सांभार
• ૨
પૂજ્યપાદ અધ્યાત્મયોગી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ આ. શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા....
ઈલેક્ટ્રીક-વિજળી સજ્જ છે. એની સજ્જતા શાસ્ત્રપ્રમાણ, તર્ક અને વૈજ્ઞાનિક માન્યતા દ્વારા સાબિત કરવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો છે. કોઈ પણ બુદ્ધિમાન, વિચારક પુરુષને બૂલવું પડે તેવી રજૂઆત કરીને મુનિવરશ્રીએ આ બાબત યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડ્યું છે.
Jain Education International
૧૨૫
सो
ખિલજી બ્રૂિ
For Private & Personal Use Only
www.jainelibrary.org