Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ પરિશિષ્ટ-૪ * ગુજરાત સમાચાર તા.૯-૬-૨૦૦૨ રવિવારીય પૂર્તિ ‘જાણ્યું છતાં અજાણ્યું' કોલમમાં પ્રગટ થયેલા આ.મહાપ્રજ્ઞજીના વિચારો વીજળીના સાધનો જૈન સાધુ માટે વર્જ્ય ગણાય ? આજે સમાજમાં એક પ્રશ્ન વારંવાર ચર્ચાય છે કે જૈન સાધુએ વીજળીનો ઉપયોગ કરવો કે નહીં ? આ પ્રશ્ન અંગે અમે અહીં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના વિચારો આલેખીએ છીએ અને આ સંદર્ભમાં અન્ય વ્યક્તિ અને મહાનુભાવોના વિચારો જરૂર આલેખીશું. આ લેખનો અભ્યાસ કર્યા પછી એમના મનમાં જાગતી શંકા કે સમસ્યા જરૂર જણાવે. પ્રજ્ઞાપુરુષ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી વીજળી સચિત્ત કે અચિત્ત એ વિશે નીચે મુજબના વિચારો આલેખે છે. આજે વિજળીનો વપરાશ ખૂબ થાય છે. પૂ. ગુરૂદેવ તુલસીજીના સમયમાં વિચારણા શરૂ થઈ કે વીજળી સજીવ છે કે નિર્જીવ ? પૂ. ગુરુદેવ આચાર્યજી તુલસીજી બીદાસરમાં બિરાજમાન હતા. ત્યાં જ ત્રણ દિવસ સુધી હજારો વ્યક્તિઓ વચ્ચે ચિંતન ચાલ્યું. પક્ષ-વિપક્ષમાં ઘણા બધા તર્કો આવ્યા. આખરે નિર્ણય થયો કે વીજળી સજીવ નથી. વીજળી ઉર્જા છે, જીવ નથી. એ આધારે વિદ્યુતને નિર્જીવ માનવામાં આવી. આખરે આનો આધાર ક્યો ? આધાર બંને છે. આગમનો આધાર છે તેનાથી પણ વીજળી નિર્જીવ સિધ્ધ થાય છે. વર્તમાન વિજ્ઞાનનો તો છે જ. વિજ્ઞાને તો તેને એક રાસાયણિક પ્રક્રિયા માની છે. (વિજ્ઞાની) અગ્નિને પણ જીવ નથી માનતા તો પછી વીજળીનો તો કોઈ પ્રશ્ન જ નથી. આગમના આધારે વિચાર કરીએ. તૈજસકાયના પુદ્ગલો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. આઠ વર્ગણાઓમાં એક વર્ગણા છે તૈજસવર્ગણા. તેના પુદ્ગલો આખા લોકમાં વ્યાપ્ત છે. અગ્નિ કેવો હોય છે અને ક્યાં હોય છે ? તે પર આગમમાં વિચાર કરવામાં આવ્યો. બતાવવામાં આવ્યું કે સજીવ અગ્નિ તિર્યક્લોકમાં જ હોઈ શકે છે. ન ઉર્ધ્વલોકમાં અગ્નિ છે, ન નિમ્નલોકમાં. ત્યાં અગ્નિ નથી, ઉર્જા છે. તેને અગ્નિ કહે છે, પણ વાસ્તવમાં તે સચિત્ત અગ્નિ નથી. સચિત્ત અગ્નિ માત્ર મનુષ્યલોકમાં, તિર્યક્લોકમાં જ હોઈ શકે છે. કહી શકાય કે Jain Education International ૧૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166