Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 164
________________ મુનિ એવા છે જે એક વસ્ત્ર પહેરે છે, એક મુનિ એવા છે જે બે વસ્ત્ર રાખે છે અને એક મુનિ એવા છે કે જે ત્રણ વસ્ત્ર રાખે છે. હવે એક વસ્ત્ર રાખનાર એમ કહે કે બે વસ્ત્ર રાખનાર ઢીલો છે તો તે એકાંતપણે મિથ્યાવાદ છે. મુનિએ એમ કહેવું યોગ્ય નથી. સાધનાના અનેક પ્રકારો છે. ક્યો રસ્તો પસંદ કરવો? જૈનોમાં અને બીજાઓમાં ઘણાં લોકો ક્રિયાકાંડમાં ફસાયેલા રહે છે. તેમને એ વિચારવાનો પણ સમય નથી કે અધ્યાત્મનો વિકાસ કેવી રીતે કરવો? વિચાર નથી કરતા, તેમની ઈચ્છાની વાત છે. પણ તેમને એ વાતનો દોષ શા માટે દઈએ કે તેઓ અધ્યાત્મ પર કોઈ વિચાર કરતા નથી? કોઈની રુચિ તપસ્યા કરવાની છે, કોઈની ઉપવાસ કરવામાં હોય છે, કોઈની રુચિ સામાયિક કરવામાં હોય છે, કોઈની સ્વાધ્યાય કરવામાં હોય છે તો કોઈની માળા જપવામાં. હવે તેમને દોષપાત્ર કઈ રીતે કહેવા ? સાધનાના ક્ષેત્રમાં પોતપોતાની રુચિ હોય છે. પ્રશ્ન છે કલ્પ અને અકલ્પનો, સચિત્ત અને અચિત્તનો. અમારો એ નિર્ણય સ્પષ્ટ હોવો જોઈએ કે વસ્તુ સચિત્ત છે કે અચિત્ત? જ્યારે સિદ્ધ થઈ જાય કે સચિત્ત નથી તો પછી લઈએ કે ન લઈએ, કરીએ કે ન કરીએ, પોતપોતાની ઈચ્છા, પરંતુ સિદ્ધાંતમાં આપણે એ સમજી લેવું જોઈએ જેથી કરીને ભ્રમ થાય નહીં. આપણે જાણીએ છીએ કે કેટલીક રાસાયણિક ક્રિયાઓ એવી છે કે જેમની બાબતમાં આજે વૈજ્ઞાનિક જગત જેટલું સ્પષ્ટ થયું છે કદાચ ધાર્મિક જગત એટલું સ્પષ્ટ નથી. જૈન દર્શનમાં તો ઊર્જા વિશે ઘણા વિસ્તારથી વર્ણન છે. પણ તે બાબતમાં જૈન મુનિઓ જ બરાબર જાણતા નથી તો બીજાઓની વાત જ શું કરવી? એટલી વર્ગણાઓ છે, તેમની જાણકારી કોઈને નથી. એ ધ્યાનમાં રહે કે થોડુંક સાહિત્ય વાંચી લેવાથી તેમનું પુરું જ્ઞાન થતું નથી. ઘણું વ્યાપક અને ગંભીર અધ્યયન કરવાથી કેટલાંક સત્યો સામે આવે છે. એટલા માટે બધાના મનમાં એ બાબતમાં ખૂબ સ્પષ્ટતા રહે કે ઘણાં અનુસંધાન અને શોધ પછી આચાર્ય શ્રી તુલસીદાસજીએ નિર્ણય આપ્યો હતો કે, વીજળી સચિત્ત નથી, અચિત્ત છે. એટલા માટે તમારી પાસે ભલે ઈલેક્ટ્રીક ઉપકરણો હોય, ભલે ઘડિયાળ હોય કે અન્ય કોઈ સાધન. તેમાં અમારી સ્પષ્ટ ધારણા છે કે તેમનો ઉપયોગ કરી આપણે કોઈ દોષ કરી રહ્યા નથી. એવું કરવામાં કોઈ અગ્નિકાયિક જીવની હિંસા થઈ રહી નથી. (૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166