Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 125
________________ મહાવિલક્ષણતા ! તેમ જ બીજી બાજુ વિચાર કરીએ તો અત્યંત દુઃખ એ વાતનું થાય છે કે ૨૪ કલાક આરંભ-સમારંભમાં જ રહેલા ગૃહસ્થોને જિનપૂજામાં હિંસા બતાવીને ધર્મ કોઈ પણ પ્રકારની હિંસા વડે તો ન જ થઈ શકે' -આવી પ્રરૂપણા કરનારા તથા જિનપૂજા ન કરવાની પ્રતિજ્ઞા ગૃહસ્થોને આપનારા તેરાપંથી સાધુ ભગવંતોના વ્યાખ્યાનમંડપ વગેરેમાં ગૃહસ્થો ધર્મશ્રવણ (કે જે એક પ્રકારની ધર્મક્રિયા જ છે) સારી રીતે કરી શકે તે માટે ઢગલાબંધ પંખાઓ લગાવવામાં આવે છે. આ પ્રવૃત્તિનો તેરાપંથી સાધુ ભગવંતો પણ વિરોધ કરતા નથી કે તેમના શ્રાવકો પણ વિરોધ કરતા નથી. એક બાજુ થોડાક પણ વાયુકાય જીવની હિંસા ન થઈ જાય તે માટે મોઢે મુહપત્તિ બાંધીને વિલક્ષણ પ્રકારે વાયુકાયની રક્ષા કરવા ઈચ્છતા તેરાપંથી સાધુ-સાધ્વીજી ભગવંતો વાયુકાયના જીવોની ઘોર હિંસા જેના દ્વારા થઈ રહી છે તેવા પંખા વગેરેનો ઉપયોગ પોતાના માટે પણ શા માટે કરતા હશે ? એ સમજાતું નથી. ખાળે ડુચા ને દરવાજા મોકળા' જેવી આ દયાજનક સ્થિતિ છે. મૂળ તેરાપંથી પણ ઈલેક્ટ્રીસીટીને સજીવ માને છે. જો કે તેરાપંથની આઠમી પાર્ટ આવનારા આચાર્યશ્રી કાલુગણી તો શ્રાવકોને ‘દુકાન-ઘરમાં લાઈટનું કનેકશન જ ન રાખવું' એવી પ્રતિજ્ઞા આપતા હતા. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં અને વપરાશમાં મહાભયંકર હિંસા હોવાથી જ ઈલેક્ટ્રીસીટી-વાયરફિટીંગ શ્રાવકો દુકાન-ઘર વગેરેમાં ન કરાવે તેવો આગ્રહ તેઓશ્રી રાખતા હતા. એમના હૃદયમાં નિરવ નિર્દોષ જીવનશૈલી પ્રત્યે આંતરિક આકર્ષણ કેટલું ઉચ્ચકોટિનું હશે ! તેની કલ્પના આના ઉપરથી કરી શકાય છે. પરંતુ તેરાપંથની નવમી પાટે આવેલા આ. તુલસીજીએ ઈલેક્ટ્રીસીટી १११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166