________________
મહાવિલક્ષણતા !
તેમ જ બીજી બાજુ વિચાર કરીએ તો અત્યંત દુઃખ એ વાતનું થાય છે કે ૨૪ કલાક આરંભ-સમારંભમાં જ રહેલા ગૃહસ્થોને જિનપૂજામાં હિંસા બતાવીને ધર્મ કોઈ પણ પ્રકારની હિંસા વડે તો ન જ થઈ શકે' -આવી પ્રરૂપણા કરનારા તથા જિનપૂજા ન કરવાની પ્રતિજ્ઞા ગૃહસ્થોને આપનારા તેરાપંથી સાધુ ભગવંતોના વ્યાખ્યાનમંડપ વગેરેમાં ગૃહસ્થો ધર્મશ્રવણ (કે જે એક પ્રકારની ધર્મક્રિયા જ છે) સારી રીતે કરી શકે તે માટે ઢગલાબંધ પંખાઓ લગાવવામાં આવે છે. આ પ્રવૃત્તિનો તેરાપંથી સાધુ ભગવંતો પણ વિરોધ કરતા નથી કે તેમના શ્રાવકો પણ વિરોધ કરતા નથી. એક બાજુ થોડાક પણ વાયુકાય જીવની હિંસા ન થઈ જાય તે માટે મોઢે મુહપત્તિ બાંધીને વિલક્ષણ પ્રકારે વાયુકાયની રક્ષા કરવા ઈચ્છતા તેરાપંથી સાધુ-સાધ્વીજી ભગવંતો વાયુકાયના જીવોની ઘોર હિંસા જેના દ્વારા થઈ રહી છે તેવા પંખા વગેરેનો ઉપયોગ પોતાના માટે પણ શા માટે કરતા હશે ? એ સમજાતું નથી. ખાળે ડુચા ને દરવાજા મોકળા' જેવી આ દયાજનક સ્થિતિ છે.
મૂળ તેરાપંથી પણ ઈલેક્ટ્રીસીટીને સજીવ માને છે.
જો કે તેરાપંથની આઠમી પાર્ટ આવનારા આચાર્યશ્રી કાલુગણી તો શ્રાવકોને ‘દુકાન-ઘરમાં લાઈટનું કનેકશન જ ન રાખવું' એવી પ્રતિજ્ઞા આપતા હતા. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં અને વપરાશમાં મહાભયંકર હિંસા હોવાથી જ ઈલેક્ટ્રીસીટી-વાયરફિટીંગ શ્રાવકો દુકાન-ઘર વગેરેમાં ન કરાવે તેવો આગ્રહ તેઓશ્રી રાખતા હતા. એમના હૃદયમાં નિરવ નિર્દોષ જીવનશૈલી પ્રત્યે આંતરિક આકર્ષણ કેટલું ઉચ્ચકોટિનું હશે ! તેની કલ્પના આના ઉપરથી કરી શકાય છે. પરંતુ તેરાપંથની નવમી પાટે આવેલા આ. તુલસીજીએ ઈલેક્ટ્રીસીટી
१११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org