________________
देखते हैं तो भोजनालय में सबसे पहले आलू का साग बनता है । यहाँ तक कि चउदस- आठम को भी टाला नहीं जाता है । पाँचों तिथियों को हरी सब्जी भोजनालय में बनती है । वे जैन धर्म के आदर्शों को भूल गये हैं । जैन धर्म कि संस्कृति को भूल गये हैं । - जैन श्वे. तेरापंथी भिक्षु अनुयायी श्रावक संघ, कलकत्ता द्वारा प्रकाशित व प्रचारित.
T.V. ને તો છોડો ! આ નટના ખેલને જોવામાં વ્યવહારથી કોઈ હિંસાનું પાપ ન દેખાવા છતાં કલ્પસૂત્રવૃત્તિ વગેરે ગ્રંથોમાં નાચતા નટને જોવાની સાધુ-સાધ્વીજી ભગવંતોને મનાઈ ફરમાવેલ છે. આજ કાલ તો T.V. માં હિરોઈનોના અશ્લિલ અંગપ્રદર્શનો, શૃંગારિક સંવાદોગીતો અને કામોત્તેજક જાહેરાતો ડગલે ને પગલે પુષ્કળ પ્રમાણમાં આવે છે. તેથી ટી.વી ને તેરાપંથી સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે જોઈ શકે ? તે પણ સમજાતું નથી. આ મહાવક્તા અને મહામોહનો વિલાસ નહિ તો બીજું શું છે ? ખાનદાન ગૃહસ્થ પણ ન જોઈ શકે તેવા બિભત્સ દૃશ્યો આજ કાલ ટી.વી.માં આવે છે. તેરાપંથી સાધુસાધ્વીજીઓ કઈ રીતે ટી.વી. જોઈ શકતા હશે ? ટી.વી.માં તેઓ શું જોતા હશે ? આમાં શીલ અને મર્યાદાપાલન કેવી રીતે ટકી શકે તેઓ ટી.વી., વિડીયો, ચેનલ ન જોવાનો ઉપદેશ દેવા દ્વારા ગૃહસ્થને સન્માર્ગે વાળવાનું કામ કઈ રીતે કરી શકશે ? જેમાં દ્રવ્યહિંસા થઈ રહી છે તેવી જિનપૂજા ન કરવાની ગૃહસ્થોને બાધા આપનારા તેરાપંથી સાધુ-સાધ્વીજીઓ જેના માધ્યમથી ભાવહિંસા પ્રચુરપણે થઈ શકે છે તેવા ટી.વી. ચેનલ વગેરેને જાતે કઈ રીતે જોઈ શકે?
દ્રવ્યહિંસા કરતાં પણ ભાવહિંસા તો અપેક્ષાએ વધુ નુકશાનકારી છે. વિવેકહીન પ્રવૃત્તિથી વાસ્તવમાં તો સદ્ગહસ્થપણું પણ ન ટકી શકે તો સાધુપણું તો કઈ રીતે પરમાર્થથી ટકી શકે ? ખરેખર
-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org