________________
વગેરેને નિર્જીવ કહીને ઈલેટ્રીસીટી આધારિત સાવદ્ય સાધનોનો ઉપયોગ છૂટથી શરૂ કર્યો. તેમની આ પાપયુક્ત વિરાધનામય પ્રવૃત્તિ અને પ્રરૂપણા જોઈને કેટલાય પાપભીરુ તેરાપંથી શ્રાવકોએ આ. તુલસીને સાવઘતાગ્રાહી તરીકે જાહેર કર્યા. તથા આચાર્યશ્રી કાલગણીની નવમી પાટે આચાર્યશ્રી રંગલાલજીને પ્રતિષ્ઠિત કર્યા. તેઓ પણ ઈલેકટ્રીસીટી વગેરેને સજીવ માનતા હોવાથી તેમજ પાપભીરુ હોવાથી નિરવઘતાગ્રાહી આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. નિરવઘતાગ્રાહી આચાર્યશ્રી રંગલાલજીસ્વામીના શિષ્ય બસંતીલાલસ્વામીજી વગેરે પણ વર્તમાનકાળે ઈલેક્ટ્રીસીટીને તેઉકાય જીવરૂપ માનીને ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ કરતા નથી. પરંતુ મહાપ્રજ્ઞજીએ આ. તુલસીનું “સાવઘતાગ્રાહી' બિરુદ ઝડપી લીધું હોય તેવું જણાય છે . તેરાપંથી શ્રાવક મદનચંદજી ચીંડાલીયા (સરદાર શહેર, રાજસ્થાન) દ્વારા ઉપરોક્ત હકીકતને જાણીને અંતરમાં વેદના સાથે એક પ્રશ્ન ઉદ્ભવ્યો “પાપભીરુ આચાર્યશ્રી કાલગણીના પટ્ટધર આચાર્યશ્રી રંગલાલજી સ્વામીનું નિરવઘતાગ્રાહી બિરુદ લેવાનું શા માટે મહાપ્રજ્ઞજીએ માંડી વાળેલ હશે?' આ સમસ્યાનું સમાધાન શું મહાપ્રજ્ઞજી આપશે ખરા ?
તેરાપંથીઓનો પણ વિરોધ ! , જો કે જીવદયાપ્રેમી અમુક તેરાપંથી ભાઈઓ તરફથી મહાપ્રજ્ઞજીની પ્રવૃત્તિનો વિરોધ થઈ રહ્યો હોય તેવું જાણવામાં આવેલ છે. આ બાબત મહાપ્રજ્ઞજી સામે બહાર પાડેલા નીચેના પરિપત્ર દ્વારા સ્પષ્ટ થાય છે.
आचार्य भिक्षु ने “उघाड़े मुख बोल्या धर्म नहीं ऐसा कहा है ।" तो फिर अहिंसा यात्रा में सबसे आगे ट्रंक पर दो लाउडस्पीकर, टेप जोरजोर से बोल रहा है । जिसमें वायुकाय व तेऊकाय दोनुं के असंख्य जीवों
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org