________________
શું કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે કાયમ માટે અદા કરી શકે તેમ છે ?
એક વાત તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જીવમાં સુખેષણા-સુખશીલતા-પ્રમાદવૃત્તિ અનાદિકાળથી રહેલી જ છે. તથા તેમાં મોહને ઉત્પન્ન કરવાની ગજબનાક તાકાત છે. અને મોહમાં સાધકનું શતશઃ વિનિપાત કરવાની કલ્પનાતીત ક્ષમતા છે. આ તો બકરું કાઢતાં, ઉંટ નહિ, મહારાક્ષસ પેસી જશે. ખરેખર આ બાબતની વધુ પારદર્શક વિચારણા કરવી હોય તો એક અન્ય સ્વતંત્ર ગ્રંથરચના તેના વિશે થઈ શકે તેમ છે.
જો કે આવા ગ્રંથની રચના તો મારા બદલે માનનીય મહાપ્રજ્ઞજી જ વધુ સારી રીતે કરી શકે તેમ છે. કારણ કે તેઓશ્રી આવનારા અનેક દાયકાઓ વિશે સચોટ કલ્પના કરવાની ઘણી સારી ક્ષમતા ધરાવે છે - એવું સાંભળેલ છે. તેથી તેમણે આ બાબતમાં ગંભીરતાથી નુકશાનોનો વિચાર કરીને સાધુ-સાધ્વીજી માટે ઈલેક્ટ્રીસીટી-ઈલેકટ્રોનિક સાધનોના વપરાશ અંગે અત્યંત ઝડપથી મનાઈ હુકમ આગમાનુસારે બહાર પાડવાની તાતી જરૂરીયાત જણાય છે.
ખરેખર ૨૧મી સદીમાં જો આ રીતે નવા નવા સાધનો શોધાતા જ જશે અને જો તેનો ઉપયોગ તમામ સાધુઓ કરતા જ રહેશે, તો પછી સંસારી અને સાધુની ભેદરેખા પારખવી પણ મુશ્કેલ બની જશે. માટે અમુક પ્રકારના કટોકટીના સંયોગમાં અને સામાન્ય સંયોગમાં, સાધુ અને શ્રાવક માટે, અશુદ્ધસાધનના વપરાશ માટે અમુક હદ-મર્યાદા-સીમા નક્કી રાખવી જ જોઈએ. આધુનિક સાધનોના વપરાશથી પ્રચાર-પ્રસારની ગતિમાં કદાચ ઝડપ આવી શકશે. પણ તેનાથી આત્મપરિણામની વિશુદ્ધિ-પ્રગતિ-ઊર્ધ્વગતિ સધાશે કે અશુદ્ધિ-અવનતિ અને અધોગતિ સર્જાશે ? એ કોયડો તો વણઉકેલ્યો જ રહે છે.
૧૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org