________________
વાયુકાયને તો બચાવો ! ! વળી, મહત્ત્વનો એક પ્રશ્ન એ છે કે તેરાપંથી સાધુ-સાધ્વી પંખાનો ઉપયોગ કરે છે તેમાં શાસનપ્રભાવનાનો આશય છે કે કેવળ શરીરની સુખશીલતાને પોષવાનો આશય છે ? પંખાના ઉપયોગમાં વાયુકાયની વિરાધના તો સ્પષ્ટ છે જ. તદુપરાંત ઘણી વાર ઉડતા કબુતર વગેરેની પણ વિરાધના ત્યાં થતી હોય છે. તો પછી પંખાનો ઉપયોગ તેરાપંથી સાધુઓ શા માટે કરતા હશે ? તે સમજી શકાતું નથી. શું આમાં જીવનભર ષજીવનિકાયની હિંસાનો ત્યાગ કરવાનું મહાવ્રત દૂષિત ન થાય ? તેરાપંથી શ્રાવકો પણ તેનો જાહેરમાં વિરોધ નથી કરતા, એવું જાણીને તો અત્યંત નવાઈ લાગે છે.
૧૪ પૂર્વધરશ્રી સ્વયંભવસૂરિજી મહારાજે તો દશવૈકાલિકસૂત્રમાં 'चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कायं बाहिरं વ વિ « ન મેન્ગી ન વળા' (દ.વૈ.૪/૪) આવું કહેવા દ્વારા વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી કે હાથથી કે મોઢેથી પોતાના શરીરને કે બહારની કોઈ પણ ચીજને ફૂંકવાનું કે વીંઝવાનું કાર્ય સાધુ મનવચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદનથી છોડે -આવી વાયુકાયની રક્ષાની વાત જણાવેલ છે. ૧૪ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ આચારાંગનિર્યુક્તિમાં
'वियणे अ तालवंटे सुप्पसियपत्त चेलकण्णे य । अभिधारणा य बाहिं गंधग्गी वाउसत्थाई ।।'
(આ નિ શ્ર.૧/અ.૧ ૧.૭/ગા.૧૭૦) આવું કહેવા દ્વારા વીંઝણા-પંખા વગેરેને વાયુકાયની હિંસાના સાધન તરીકે ઓળખાવીને તેનાથી દૂર રહેવાની ભલામણ કરેલી છે. અહિંસાની આ વાતને અહિંસાયાત્રા કાઢનારા આ શ્રી મહાપ્રજ્ઞજી જેવા ભૂલી જાય એ વાત ખૂબ ઊંડો આઘાત જન્માવે છે.
૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org