________________
જો આપણે કુશાગ્ર તર્ક-કુતર્કથી, દાખલા-દલીલથી કે આપણી તીક્ષ્ણ બુદ્ધિથી પવિત્ર પ્રાચીન પરંપરાને અર્થહીન સિદ્ધ કરી બતાવીશું તો આવતી કાલ કદાચ એવી ગોઝારી આવશે કે કોઈ નાસ્તિક માણસ કે બુદ્ધિમાન માણસ સાધુની સાધુતાને જ વ્યર્થ સાબિત કરી દેશે. આપશ્રીના સંપ્રદાયની મોઢે મુહપત્તિ બાંધવા વગેરેની ચાલી આવતી પરંપરાને અને સાધુજીવનની લોચ-વિહારાદિ સંબંધી આચારસંહિતાને જ અર્થહીન સાબિત કરી દેશે. કેવળ તર્કશક્તિથી કેટલી ટક્કર ઝીલી શકાશે ? આમ થશે તો અનુશાસન-હીનતા અને શિથિલતા ક્યાં જઈને અટકશે ?
જિ. શિથિલતા આપોઆપ સિદ્ધ શિ વળી, તે જ લેખમાં પોતાની શિથિલતાને ઢાંકવા માટે આચારાંગસૂત્રનું સરસ દૃષ્ટાંત તેઓશ્રી શોધી લાવ્યા છે. એક વસ્ત્રવાળા સાધુ બે વસ્ત્રવાળા સાધુને એમ ન કહી શકે કે “તું ઢીલો છે” આ વાત બરાબર છે. કારણ કે એક વસ્ત્રની સામાચારી જેમ શાસ્ત્રમાં બતાવેલ છે તેમ બે વસ્ત્રની પણ સામાચારી શાસ્ત્રમાં જ બતાવેલી છે. એટલે બન્ને આચરણા શાસ્ત્રાનુસારી જ છે. પરંતુ કોઈ આગમ એમ કહેતું નથી કે વિજળી કે વિદ્યુત આધારિત સાધનો સાધુથી વાપરી શકાય.” તેથી વીજળીનો કે વિદ્યુતઆધારિત માઈક, ફોન વગેરે સાધનોનો ઉપયોગ કરનાર સાધુ ખરેખર વીજળીનો કે ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોનો ઉપયોગ ન કરનારા સાધુ કરતાં આપોઆપ ઢીલો સાબિત થઈ જ જાય છે. તેના માટે અન્ય કોઈ પ્રમાણને શોધવાની જરૂર રહેતી નથી. અસ્તુ.
પર સાધનના ઉપયોગમાં વિવેક અને મર્યાદા
વળી, શાસનરક્ષા-પ્રભાવના કરવાની આશયશુદ્ધિથી અશુદ્ધ સાધનનો ઉપયોગ કેટલી હદ સુધી, કોણે, ક્યારે, ક્યાં, કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org