________________
સંયોગમાં કરવો ? તેનો પણ વિવેકપૂર્વક આગમાનુસારે નિર્ણય કરવાની વર્તમાનમાં જરૂર છે. આશયશુદ્ધિ અને સાધનશુદ્ધિ બન્ને જળવાય તે ઉત્સર્ગમાર્ગ છે. આશયશુદ્ધિ હોય છતાં શક્ય જયણા અને ઉચિત વિવેકથી સાંયોગિક સાધનઅશુદ્ધિ અમુક કક્ષા સુધી હોય તો તે અપવાદ કહેવાય. પ્રસ્તુતમાં સાધનઅશુદ્ધિની પણ અમુક મર્યાદા તો હોવી જ જોઈએ. ઈલેક્ટ્રીસીટીને નિર્જીવ કહીને શાસનરક્ષા-પ્રભાવનાના શુદ્ધ આશયથી આજે માઈકનો ઉપયોગ થાય તો આવતીકાલે એ જ આશયથી લાઈટ, ફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ફલાઈટ, વાહન, પંખો, ઈન્ટરનેટ, કોમ્યુટર, એરકન્ડીશન વગેરેનો પણ સાધુ ભગવંતો જાતે જ ઉપયોગ કરવા માંડશે. આ વિષમ વમળ ક્યાં જઈને અટકશે ?
ઈલેક્ટ્રીસીટીના વપરાશની ભયાનકતા દE
વળી, મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે મહાપ્રજ્ઞજીએ ફોનફેક્સ-ઈન્ટરનેટ વગેરે સાધનોનો ઉપયોગ કરવાથી સર્જાનારી ભયંકર હોનારતની કલ્પના કદિ કરી છે ખરી ? ફોન-ઈન્ટરનેટ વગેરેનો સીધો ઉપયોગ વિજાતીય વ્યક્તિ સાથે એક રીતે સલામત એકાંત પૂરું પાડી શકે જ છે ને ! કર્માધીન જીવને તો નિમિત્ત મળે એટલી જ વાર છે. પછી તો ઉત્તમ જીવોનું પણ પતન થઈ જ શકે છે. આ માટે શું ઉદાહરણો શોધવા પડે તેમ છે ?
તથા સાધુઓ મોબાઈલ ફોન, ઈન્ટરનેટ વગેરે અદ્યતન સાધનો વસાવવાનો આગ્રહ રાખવા માંડે તો એમના પાંચમા મહાવ્રતનું શું ? તેમ જ તેનાથી શ્રાવક સંઘ ઉપર આવી પડનારો બોજો શું શ્રાવકસંઘમાં સાધુઓ પ્રત્યે અરુચિ ઊભી નહિ કરે ? તમામ સાધુસાધ્વીજી ભગવંતો ફોન વગેરેનો સીધો ઉપયોગ કરવા માંડે તો ઈલેક્ટ્રીસીટીના ઉપયોગને વિવેકના વાડામાં પૂરી રાખવાની જવાબદારી
ઉ૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org