Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૪૪) પુસ્તકમાં જણાવેલી મોર્ડન સાયન્સની વાતો વાંચ્યા પછી તો ખરેખર “સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતે અનંતા નૈશ્ચયિક પરમાણુઓથી બનેલા વ્યવહારિક પરમાણુને પણ અછેદ્ય-અભેદ્યઅદાહ્ય કહેલ છે તે વાત ઉપર આપણી શ્રદ્ધા-વિશ્વાસ વધુને વધુ દઢ બને તેમ છે."
હવે ફરીથી મૂળ વાત ઉપર આવીએ. અગ્નિની ઉત્પતિમાં મહાઆરંભ- ભગવતીસૂત્ર છે
અધ્યાત્મમાર્ગમાં અહિંસા પાયો છે. માટે આરંભ-સમારંભ છોડવા એ દરેક સાધકનું મહત્ત્વનું કર્તવ્ય બની જાય છે. તમામ આરંભ ન છૂટી શકે તો પણ મહાઆરંભ તો નાના-મોટા દરેક સાધકે છોડવા જરૂરી બને છે. ઉપરોક્ત અનેક આગમ પ્રમાણોની સાક્ષીથી વિદ્યુતપ્રકાશ સચિત્ત સિદ્ધ થવાથી તેની વિરાધના છોડવી એ દરેક સાધકનું કર્તવ્ય બને છે. તદુપરાંત જીવનિકાયની વિરાધનામાં પણ અગ્નિકાયની ૧. ગુજરાત યુનિવર્સિટી- અમદાવાદ દ્વારા પ્રકાશિત વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન ભાગ૭માં J.M.P. લખે છે કે “મૂળ કણ (Elementary Particle) : દ્રવ્યના જે કણો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તથા અંતર્ગત ગુણધર્મોનો અનન્ય સમૂહ ધરાવતા હોવાનું માનવામાં આવે તો તેમને પ્રારંભમાં મૂળ કણો તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ તે પછી આમાનાં કેટલાક એક કે વધારે કણોમાં અથવા વિકિરણમાં રૂપાંતર પામતા માલૂમ પડયા છે. એટલે હવે તો ઈલેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પોઝીટ્રોન, જુદા જુદા મેસોન, હાઈપેરોન, ન્યુટ્રિનો વગેરેને મૂળ કણો ગણવામાં આવે છે. ફોટોનનો સ્વિન (ભ્રમણ) અને તેની પેરિટી વિકિરણ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોવા છતાં તેમને પણ મૂળ કણ ગણવામાં આવે છે.” (પૃષ્ઠ.૩૨૫૨૬). આનાથી પણ સિદ્ધ થાય છે કે ઈલેક્ટ્રૉન, પ્રોટ્રૉન વગેરે અનેક કણોથી બનેલ વિજ્ઞાનમાન્ય અણુ વાસ્તવમાં નાગમની દૃષ્ટિમાં સ્કૂલ સ્કંધ સ્વરૂપ જ છે. ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલ પરમાણુવિજ્ઞાન સુધી સાયન્ટિસ્ટો કયારેય પણ ખરેખર પહોંચી શકશે કે કેમ ? એ જ એક પ્રશ્ન છે. પરંતુ અંતે તો પ્રભુ મહાવીરના તત્ત્વજ્ઞાનનો જ વિજ્ઞાન આગળ વિજય પુરવાર થશે- આટલું તો નિઃશંકપણે કહી શકાય છે.
(૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org