Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
કરી નહિ હોય અથવા સ્વીચનું ઉપરનું કવર કાઢીને, ખાસ કરીને અંધારામાં, સ્વીચને ઓન-ઓફ થતી જોઈ નહિ હોય. બાકી તો તેઓશ્રીને સ્પષ્ટપણે ખ્યાલમાં આવી જ જાય કે કોઈ પણ પ્રકારની સ્વીચ ચાલુ કરીએ ત્યારે સ્વીચમાં જ સ્પષ્ટપણે નાનકડો તણખો ઝરે છે. સ્વીચ ઓન કરવામાં નાનો પણ સ્પાર્ક થાય જ છે. માટે પણ ત્યાં વિરાધના છે જ. પ્રામાણિક તપાસ કર્યા બાદ આ બાબતની સત્યતા
ખ્યાલમાં આવતાં જ ત્રિવિધ-ત્રિવિધ સર્વહિંસાત્યાગના જીવનભર પચ્ચખાણ કરનારા મહાપ્રજ્ઞજીએ “માઈક-લાઈટ-ફોન-ફેન-ફેક્સ-ટેલેક્ષ વગેરે ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોને સાધુ વાપરી શકે તેવું ફલિત થતું, નિર્જીવ ઈલેક્ટ્રીસીટી-સંબંધી, પોતાનું સ્ટેટમેન્ટ અવશ્ય પાછું ખેંચી લેવું જોઈએ તેવું જણાવવાની અહીં કોઈ જરૂર રહેતી નથી. તેઓશ્રી જરૂર તેવું સ્ટેટમેંટ પાછું ખેંચી લેશે જ- એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેઓશ્રી જેવા મહાપુરુષ માટે આ જ ઉચિત છે ને ! શ્રીહરિ
ભદ્રસૂરીશ્વરજી મહારાજની દશવૈકાલિકવૃત્તિનું “ન: ઇર્નીવનિયતિ' (૧૦/૨) આવું વચન તેઓશ્રીને ઉપસ્થિત હશે જ. આ તમામ ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં વિરાધના છે જ !
- ઈલેક્ટ્રીસીટીના વપરાશમાં તેઉકાયની તો વિરાધના છે જ. તદુપરાંત પ્રકાશમાન બલ્બની ગરમીના લીધે તેની બહારની સપાટી ઉપર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની પણ હિંસા થાય છે. તથા રાત્રે લાઈટના કારણે ખેંચાઈ આવતા અનેક ત્રસકાયના જીવોની પણ વિરાધના થાય જ છે.
વળી, માઈકના એમ્પ્લીફાયર ઉપર લાગેલી લાઈટો અવાજના આરોહ-અવરોહ સાથે ઝબૂક્યા જ કરે છે અને તેમાં અન્ય પણ લાઈટો ચાલુ હોય છે. એ સિવાય ટ્રાંઝીસ્ટર્સ, રજીસ્ટર્સ, ડાયોક્સ વગેરે પણ તેમાં લાગેલા હોય છે. તથા માઈક ચાલુ હોય ત્યારે એમાંથી
-૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org