Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
વિરાધના મહાઆરંભ સ્વરૂપ હોવાથી અત્યંત ત્યાજ્ય બની જાય છે.
ભગવતીસૂત્રમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજી કાલોદાયીને જણાવે છે કે “ને તે પુરતે કાર્ય ૩Mાનેરૂ તે પુરિસે મહાવમૂતરા, चेव, महाकिरियतराए चेव महासवतराए चेव महावेयणतराए चेव ।... जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारंभति, बहुतरागं आउक्कायं समारंभति, अप्पतरायं तेऊकायं समारंभति, बहुतरागं वाऊकायं समारंभति, बहुतरागं वणस्सइकायं समारंभति, बहुतरागं तसकायं સમારંમતિ' (ભગવતીસૂત્ર ૭મું શતક, ૧૦મો ઉદ્દેશો સૂત્ર-૩૦૭).
મતલબ કે “અગ્નિકાયને સળગાવે છે તે જીવ ઘણા પૃથ્વીકાય, જલકાય વગેરે જીવોનો કચ્ચરઘાણ વાળે છે. માટે તે મહાકર્મ બાંધે છે, મહાઆરંભક્રિયા કરે છે, મહાઆશ્રવનો ભોગ બને છે, પજીવનિકાયને મહાવેદના આપે છે.” આનાથી અગ્નિને સળગાવનાર, બલ્બ વગેરેને ચાલુ કરવા દ્વારા વિદ્યુતપ્રકાશને ઉત્પન્ન કરનાર માણસ ખરેખર મહાઆરંભને જ કરે છે. તેવું સિદ્ધ થાય છે. કારણ કે પૂર્વે (પૃષ્ઠ.૪૯) વિદ્યુતપ્રકાશ પણ તેઉકાય જીવ સ્વરૂપ છે. એવું નિશ્ચિત થઈ ચૂકેલ છે.
નિશીથભાષ્યમાં પણ કહે છે કે “૩Mાતો વો હુ વહુ ” (ગા.૨૧૯) અર્થાત્ અગ્નિકાયને પેટાવનાર બહુ કર્મ બાંધે છે. નિશીથસૂત્રચૂર્ણિમાં પણ કહે છે કે “ઘMાયન્તો પુરસો વદુતોફતરો' (નિ.ભા.ર૧૯-ચૂર્ણિ, એટલે કે અગ્નિકાયને સળગાવનાર માણસ મહાકર્મબંધ-મહાઆશ્રવ વગેરે દોષોનો ભોગ બને છે. આમ
જીવનિકાયની વિરાધનામાં અગ્નિકાયના આરંભને - પ્રારંભને મહાઆરંભ કહીને તેની અત્યંત ત્યાજ્યતા જણાવેલ છે.
પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પણ વળી ઘૂરો ન વાવો' (પ્ર.વ્યા. ૨/૨/૩૮) આવું કહીને મચ્છર વગેરેને દૂર કરવા સાધુ અગ્નિ કે
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org