Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પ્રરૂપણા તો કરી જ કેમ શકાય ? વિજ્ઞાનપરસ્તતા એટલી હદે તો ન પહોંચવી જોઈએ કે જે આગમો પ્રત્યેની/ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને હાનિ પહોંચાડે. જો કે તા. ૧૬-૬-૨૦૦૨ ગુજરાત સમાચારમાં “માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહિ !' આવા હેડીંગવાળા લેખમાં આચાર્યશ્રી નથમલજીએ “આજે વૈજ્ઞાનિક જગત જેટલું સ્પષ્ટ થયું છે, કદાચ ધાર્મિક જગત એટલું સ્પષ્ટ નથી.” આવું કહેવા દ્વારા ધર્મ કરતાં વિજ્ઞાનને વધુ આધારભૂત માનવાનો પોતાનો પક્ષ પરોક્ષ રીતે આડકતરી રીતે સૂચિત કરી જ દીધો છે. મારે આચાર્યપદ ઉપર આરૂઢ થયેલા તેઓશ્રીને પ્રશ્ન કરવો છે કે વિજ્ઞાનને જિનાગમ કરતાં વધુ સ્પષ્ટ અને શ્રદ્ધેય માને તેનામાં શું સમ્યગ્દર્શન ટકે ખરું ? આપશ્રીને વિજ્ઞાન શું સર્વજ્ઞકથિત આગમ કરતાં વધુ ઓથેન્ટીક લાગે છે ?'
પરંતુ આવા સ્ટેટમેન્ટ આપવાનું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે વ્યક્તિમાં મૂળભૂત માર્ગથી ખસીને લોકમાર્ગનું અનુસરણ કરવાની અને પોતાની વાછટા અને કુતર્કશક્તિથી લોકપ્રસિદ્ધિને મેળવવાની તમન્ના તીવ્ર બની ચૂકી હોય. પરંતુ મહાપ્રજ્ઞજી જેવા આધ્યાત્મિક પ્રેક્ષાધ્યાનયોગી માટે આવી કલ્પના પણ કરતી વખતે દિલ ખૂબ જ દુભાય છે. મારી આ વ્યથાને મહાપ્રજ્ઞજી ખૂબ સારી રીતે સમજી શકશે તેવું હું માનું છું.
હ આ તેમને ન શોભે છે તદુપરાંત તે લેખમાં તેમણે પ્રાચીન પરંપરા પ્રત્યે જનમાનસમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવાનો જે પ્રયાસ જાણ્યે-અજાણ્ય કર્યો છે તે તેમના જેવા જવાબદારીના સ્થાન ઉપર બેસેલા મહાપુરુષને માટે તો તદ્દન અનિચ્છનીય, અયોગ્ય અને અવ્યવહારુ ઘટના છે. કોઈ પણ ધાર્મિકઆધ્યાત્મિક વ્યક્તિની અંતઃચેતનાને અત્યંત ભારે આઘાત જન્માવે તેવી તે દુર્ઘટના છે. મારે મહાપ્રજ્ઞજીને આ બાબતમાં એટલું જ કહેવું છે કે
-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org