Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
માછલી અને મગર વગેરે પ્રાણીઓ ઑક્સિજનથી જીવે છે. પરંતુ તેમાં પણ ફરક છે. (૧) માણસ હવામાંથી ઑક્સિજન લે છે. (૨) જ્યારે માછલી પાણીમાંથી ઑક્સિજન લઈને જીવે છે. પાણીની બહાર હવા - ઑક્સિજન પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ માછલીને પાણીની બહાર લાવવામાં આવે તો તે મરી જાય છે. પાણીમાં ઓક્સિજન હોવા છતાં પાણીમાં સામાન્ય માણસને ડૂબાડવામાં આવે તો તે માછલીની જેમ જીવવાના બદલે મરી જાય છે. (૩)
જ્યારે દેડકો વગેરે ઉભયચર પ્રાણીઓ તો સાગર અને જમીન બન્ને સ્થળે પાણીમાં અને ખુલ્લી હવામાં ઑક્સિજન લઈને જીવે છે. તે જ રીતે અગ્નિકાયની બાબતમાં પણ સમજી શકાય છે.
પન્નવણાસૂત્રમાં અગ્નિકાયની સાત લાખ યોનિ બતાવવામાં આવેલ છે. સાત લાખ યોનિવાળા તેઉકાયના જીવોમાંથી (૧) મીણબત્તી, અગરબત્તી, દીપક, ગેસ, લાકડા વગેરેનો અગ્નિ તો ખુલ્લા વાતાવરણમાંથી જ ડાયરેકટ મળી શકે તેવી હવાના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે પ્રસ્તુતમાં “સળગતી મીણબત્તી, અગરબત્તી વગેરે ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો થોડા સમયમાં તે કેમ ઓલવાઈ જાય છે ? જો તારના માધ્યમથી બલ્બમાં વાયુ પહોંચી શકતો હોય તો ગ્લાસ અને જમીન વચ્ચેથી અંદર જઈ શકે તેવા વાયુથી મીણબત્તી કેમ સળગતી રહી ન શકે ?” - આવા પ્રશ્નને કોઈ જ અવકાશ રહેતો નથી. કારણ કે તમામ પ્રકારની પદ્ધતિથી મળતા સઘળા બાદર વાયુકાય અગ્નિઉત્પાદક હોય જ - તેવું આગમમાન્યરૂપે જણાતું નથી. બાકી તો ખુલ્લી હવામાં રહેલા ઑક્સિજનના આધારે પાણીની બહાર માછલી લાંબો સમય કેમ જીવી ન શકે ? તથા પાણીમાં રહેલા ઑક્સિજનના આધારે દરીયામાં ડૂબેલો સામાન્ય માણસ લાંબો સમય કેમ જીવી ન શકે ?” –આવી સમસ્યા મોં ફાડીને ઊભી રહે તેવી છે.
-૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org