Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
તે ઉચિત ન ગણાય. આગમ સામે માથું ઉચકે તેવા તર્ક કે દલીલ કરવાથી કાંઈ બુદ્ધિમત્તા સાબિત નથી થતી. મહાપ્રજ્ઞજી જેવા મહાપુરુષ આવું કરે તેવી કલ્પના પણ દુઃખદાયક લાગે છે.
હક તત્ત્વાર્થટીકામાં પ્રકાશ અંગે પ્રશ્નોત્તરી થઈ
પરંતુ દરેક કાળમાં આગમ સામે, શાસ્ત્ર સામે પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરીને શાસ્ત્રીય તત્ત્વોને વિચલિત કરનારા જીવો પ્રાયઃ વિદ્યમાન હોય છે. તથા તે તે સમયના બહુશ્રુત આચાર્ય ભગવંતો તેનો જવાબ પણ આપતા આવ્યા છે. તેના અનેક પ્રસંગો શાસ્ત્રોમાં જોવા મળે છે. તેઉકાય અંગે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણીએ તેવી જ કોઈક સુંદર વાત પૂર્વપક્ષ-ઉત્તરપક્ષરૂપે રજૂ કરેલ છે.
શિષ્ય એવી દલીલ કરે છે કે “મુશળધાર વરસાદ પડતો હોય. રાતનો સમય હોય. ઘરના ઝરુખામાં દીવો રાખેલ હોય. તેવી અવસ્થામાં તે દીવો ઘરની બહાર પ્રકાશ ફેલાવે છે. જો ઉજે હીસ્વરૂપ પ્રકાશ અને તેઉકાય જીવ એક જ હોય તો અગ્નિકાય અને પાણીનો વિરોધ હોવાથી બહાર પડતા મુશળધાર વરસાદથી તેઉકાયના જીવો ખતમ થઈ જશે. જો એવું હોય તો બહાર પ્રકાશ (Photon) દેખાવો જ ન જોઈએ. કારણ કે આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે
'पुढवी आउक्काए उल्ला य वणस्सई तसा पाणा । વાયરતૈડવાપૂર્વ તુ સમાનતો સ€ I' (ગા.૧૨૩)
આ પ્રમાણે જે જણાવેલ છે તે મુજબ તો મુશળધાર વરસાદમાં જલકાયના જીવો અગ્નિકાયના જીવોનું પરકાયશસ્ત્ર બની જવાથી અગ્નિકાયના જીવો મરી જ ગયા હશે. અગ્નિકાય જીવ જ હાજર ન હોય તો પ્રકાશ કયાંથી મળે ? આવું માનો તો મુશળધાર વરસાદ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org