Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પડતો હોય તેવા સંયોગમાં ખુલ્લા ઝરુખાના બહારના ભાગમાં રહેલા દીવાનો પ્રકાશ બહાર પડવો ન જોઈએ. સામેના મકાન ઉપર કે રસ્તા ઉપર જરા પણ તેનો પ્રકાશ ન જ પડવો જોઈએ ને !”
આ દલીલ બહુ જ તર્કપૂર્ણ છે. પરંતુ સમર્થ યુગપુરુષ તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનગણીજી આ દલીલનો ખૂબ જ સચોટ, યુક્તિસંગત અને આગમાનુસારી જવાબ આપે છે. તેઓશ્રી કહે છે કે “ઝરુખામાં બહારના ભાગમાં રહેલા દીવાના પુદ્ગલો મુશળધાર વરસાદમાં બહાર નીકળે છે ત્યારે વરસાદના સંપર્કથી પોતાનો તથાવિધ ચળકાટ, ઉગ્રતા, બીજાની આંખોને આંજી નાંખવાનું સામર્થ્ય વગેરે અવશ્ય ગુમાવે છે. પણ પોતાના મૂળભૂત અગ્નિકાય સ્વભાવનેમૌલિકસ્વરૂપને તો બહાર ખુલ્લા વાતાવરણમાં ફેલાવા છતાં પણ તેઓ ગુમાવતા નથી. અગ્નિકાય તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવ્યા વિના જ તે વરસાદમાં બહાર ફેલાય છે. તથા વિશિષ્ટ ચળકાટ, ઉગ્રતા વગેરે પોતાના ગુણધર્મોને તે ખુલ્લા વરસાદમાં ફેલાતી વખતે જ્યારે ગુમાવે છે ત્યારે જ તે દીવાની જ્યોતમાંથી બીજા અગ્નિકાયના પુદ્ગલો ખુલ્લા આકાશમાં ફેલાઈ જાય છે. અતિઝીણો એવો તે અગ્નિ તો સ્થૂલ એવી પાણીની ધારામાંથી ઝડપથી નીકળી જાય છે. તે તેજોદ્રવ્ય (Photon) કાંઈ જલવૃષ્ટિથી ખતમ થતા નથી. કારણ કે તેનો પરિણામ વિશિષ્ટ પ્રકારનો હોય છે. અર્થાત્ પાણીથી ખતમ થવાનો પરિણામ તે અગ્નિમાં નથી.
દરેક પાણી બધા જ પ્રકારના અગ્નિકાયને અવશ્ય બૂઝાવે એવો કાંઈ નિયમ નથી. દા.ત. સમુદ્રમાં આગ લાગે ત્યારે તે વડવાનલને દરિયાનું પાણી બૂઝવી શકતું નથી. ઊલટું સાગરનું પાણી જ વડવાનલને વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં સહાય કરે છે. તેથી અગ્નિકાયને માટે જલકાય પરકાયશસ્ત્રસ્વરૂપ હોવા છતાં
(૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org