Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શાસ્ત્રીય તથ્યોને, અતીન્દ્રિય પદાર્થોને સત્ય તરીકે હૃદયથી સ્વીકારીને સર્વજ્ઞકથિત તત્ત્વોની સાથે મોર્ડન સાયન્સ કેટલા અંશે અને કઈ રીતે શેક-હેન્ડ કરે છે ? આ બાબતની સૂક્ષ્મ દૃષ્ટિએ શોધખોળ કરવી તે જ સાચો-સલામત અને સરળ માર્ગ છે. આવું ઉમદા તથ્ય મહાપ્રજ્ઞજીના ધ્યાન બહાર રહી ગયું હોય તેવું માનવા માટે મન તૈયાર થઈ શકતું નથી. કેમ કે તેઓશ્રી ખૂબ બાહોશ આગમવેત્તા છે- તેવું સાંભળેલ છે. છતાં આગમપ્રધાનતાને બદલે તેમની વિજ્ઞાનપરસ્તતા ખેદ જન્માવે છે.
દો. ફોટાના માપ મુજબ ફ્રેમ છે, તા.૯-૬-૨૦૦૨ ગુજરાત સમાચારના તે જ લેખમાં આચાર્યશ્રી નથમલજી આગળ ઉપર લખે છે કે “અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી, અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યા...' ઇત્યાદિ. આ બાબતમાં પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ત્રિકાલઅબાધિત આગમોમાં શોધને અવકાશ છે ખરો ? અને તે પણ વિજ્ઞાન દ્વારા આગમને શુદ્ધ કરવાના ? શું સર્વજ્ઞકથિત આગમો પાંગળા છે કે તેણે પોતાની સત્યતા પુરવાર કરવા વિજ્ઞાનનો સહારો લેવો પડે ? વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળની આવશ્યકતા હોય તો મુખ્યતા વિજ્ઞાનની સાબિત થાય કે આગમની ? તીર્થકર ભગવંતો સર્વજ્ઞ હોવાથી સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે ત્રણ જગતના તમામ પદાર્થોને જાણે છે - જુએ છે. જ્યારે વિજ્ઞાન પાસે તો જાણવાના સાધનો પણ પાંગળા છે. વિજ્ઞાનના ગમે તેટલા ઊંચા સાધનો હોય તો પણ તેના દ્વારા અતીન્દ્રિય પદાર્થનો સાક્ષાત્કાર થઈ શકે તેવી કોઈ જ શક્યતા નથી.
જો કે ગુજરાત સમાચાર તા.૧પ-૮-૨૦૦૨ની અગમ-નિગમ
(૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org