Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
બચવા માટે પ્રસ્તુતમાં અનિવાર્યપણે કરવું પડતું નાના દોષનું સેવન ક્ષમ્ય બને છે.
દેહાધ્યાસને દફનાવવા માટે કરવામાં આવતી કાયોત્સર્ગ જેવી મહાન સાધનામાં જીવહિંસા ન થઈ જાય તેની કાળજી રાખવાની વાત આપણા હૈયામાં કોતરાઈ જાય તે માટે કરવામાં આવેલું ઉપરોક્ત વિધાન વીજળીના દીવાના પ્રકાશને = બહ્મપ્રકાશને પણ સચિત્ત સિદ્ધ કરે છે. કારણ કે વીજળી પણ દીવાની જેમ તેઉકાય જ છે- આ વાત હમણાં આપણે (પૃષ્ઠ-૭૧ ઉ૫૨) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રના આધારે વિચારી ગયા છીએ. તથા વિજ્ઞાનને આગળ કરીએ તો પણ ફ્રેંકલીનના મત મુજબ (જુઓ પૃષ્ઠ-૩૨) આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી આ બન્ને એક જ છે. તેમજ તેઉકાય (દીવાની જ્યોત) અને તેનો પ્રકાશ- આ બન્ને તત્ત્વાર્થવૃત્તિકા૨ના મત મુજબ એક જ છે- આ વાત આપણે પૂર્વે (પૃષ્ઠ-૫૦) સમજી ગયા છીએ. જિનાગમ મુજબ આકાશીય વીજળી, દીવાની જ્યોત, દીવાનો પ્રકાશ સચિત્ત છે. વિજ્ઞાન અનુસાર તેલના દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ અને ઇલેક્ટ્રીકબલ્બનો પ્રકાશ- આ બન્ને ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે; અર્થાત્ તે બન્ને એક જ છે. તેથી ઉપરોક્ત વાતને સમીકરણરૂપે સમજવા માટે એમ કહી શકાય છે કે
(૧) તેલના દીવાની જ્યોત = સચિત્ત તેઉકાય જીવ - વાભિગમસૂત્ર (પ્રતિ.૧/૨૫). દીવાની જ્યોત (Flame) = દીપકપ્રકાશ (ઉજેહી) - તત્ત્વાર્થવૃત્તિ (૫૨૪). તૈલીયદીપકપ્રકાશ ઈલેક્ટ્રીક બલ્બપ્રકાશ (= ફોટોન-તેજાણુ)
સાયન્સ.
=
Jain Education International
. બલ્બપ્રકાશ પણ સચિત્ત તેઉકાયરૂપે સિદ્ધ થાય છે.
(૨) આકાશીય વીજળી = સચિત્ત તેઉકાય પદ્મવણાસૂત્ર (૧/૩૧) આકાશીય વીજળી = ઈલેક્ટ્રીસીટી - બેન્જામીન ફ્રેંકલીન.
. ઈલેક્ટ્રીસીટી પણ સચિત્ત તેઉકાયરૂપે સિદ્ધ થાય છે.
96
-
For Private & Personal Use Only
www.jainelibrary.org