Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ગ્રંથમાં ચાલુ કાયોત્સર્ગે ઉજેહી આવવાના સમયે કલ્પપ્રાવરણની (કામળી ઓઢવાની) જે વાત છે તે તેઉકાયના જીવોની રક્ષા માટે છે, અન્ય કોઈ પ્રયોજનથી નહિ- તેવું માનવામાં પ્રમાણ શું છે ? કોઈક અન્ય જ પ્રયોજન ત્યાં કેમ માની ન શકાય ?
સમાધાન :- પૂર્વે (પૃષ્ઠ-૫૦) તત્ત્વાર્થસૂત્રવૃત્તિના આધારે આપણે જોઈ ગયા છીએ કે તેઉકાય (દીવાની જ્યોત) અને તેનો પ્રકાશ બન્ને એક જ છે. અર્થાત્ તેઉકાય (દીવાની જ્યોત) જેમ સચિત્ત છે તેમ તેનો પ્રકાશ ઉજેહી પણ ચિત્ત જ છે. તથા પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં ‘યાદ્રાનિમિત્તે’ (વિ.આ.ભા.૨૫૭૬) આ પ્રમાણે કામળી રાખવાનું જે પ્રયોજન બતાવેલ છે તેની વ્યાખ્યામાં શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે ‘રોપિ सचित्तं इषदाताम्रनभसः पतति प्र-तीतमेव । आदिशब्दात् प्रदीपतेजःप्रभृतीनां परिग्रहः । एतेषां च महावातादि - गतानां रक्षानिमित्तं कल्पाः सञ्जायन्ते' (વિ.આ.ભા.મલધારવૃત્તિ) આવું કહેવા દ્વારા કામળી રાખવાનું એક પ્રયોજન દીવાની ઉજેહીના જ્વો વગેરેની રક્ષા દર્શાવેલ છે.
=
મહાતાર્કિક ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે પણ સ્યાદ્વાદકલ્પલતા (શાસ્ત્રવાર્તાસમુચ્ચયવ્યાખ્યા)માં નવમા સ્તબકમાં 'शुद्धाहारादिव शुद्धोपकरणादनेकगुणसम्भवस्तु निरपाय एव ।.... सचित्त - पृथिवी-धूमिका- वृष्टि- अवश्याय- रजः- प्रदीपतेजःप्रभृतीनां रक्षा अपि तै: ( वस्त्र:) ધ્રુતા મતિ ।' (સ્યા.ક.લતા સ્તબક ૯/ગાથા-૪ પૃષ્ઠ.૪૬) આવું કહેવા દ્વારા કામળી ઓઢવાનું એક પ્રયોજન દીવાની ઉજેહીના જ્વોની રક્ષા જણાવેલ છે. અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ‘ચિત્તવૃથિવી-ભૂમિા-વૃદ્યવશ્યાય-રનઃપ્રીપતેનઃપ્રવૃતીનાં રક્ષાપિ તૈઃ (=વસ્ત્રઃ) તા મતિ’ (ગાથા-૧૩ વૃત્તિ) આવું કહેવા દ્વારા દીવા વગેરેની ઉજેહીના જ્વોની રક્ષા કામળી
Jain Education International
१८
For Private & Personal Use Only
www.jainelibrary.org