Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
દ્વારા તે પ્રકાશસ્વરૂપ તેજાણ (Photon) ફરીથી વીજળી (Electricity) સ્વરૂપે રૂપાંતરિત થઈ શકે છે. ઈલેક્ટ્રૉનનો પ્રવાહ (= electricity) તો હજુ સ્થૂલ છે. ફોટોન તો તેના કરતાં પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાનની દૃષ્ટિથી વિચારીએ તો મશાલમાંથી નીકળતો બહાર ફેલાતો પ્રકાશ ફોટોનમય છે. તથા નિશીથચૂર્ણિ વગેરે શાસ્ત્રદૃષ્ટિએ આવો પ્રકાશ નિર્વિવાદપણે સજીવ જ છે. જો લઘુતમ માત્રાસ્વરૂપ પ્રકાશ (Photon) સજીવ હોય તો એની જ બૃહતું માત્રાસ્વરૂપ વીજાણુ (electron)ની બનેલી ઈલેકટ્રીસીટી શું કામ સજીવ ન હોઈ શકે ? તેની નિર્જીવતાનો ચુકાદો આપનારા આપણે કોણ ? કારણ કે પ્રકાશ-ગરમી-દાહ વગેરે તો અગ્નિકાયના લક્ષણ છે. આવું આપણે પૂર્વે (પૃષ્ઠ-૩) શાસ્ત્રાધારે સમજેલ છે. તથા સ્પાર્ક પ્લગ, ખુલ્લા હાઈટેન્શનવાયર વગેરેમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં પ્રકાશ-ગરમી વગેરે લક્ષણો સ્પષ્ટપણે દેખાય જ છે- આ વાત આપણે પૂર્વે (પૃષ્ઠ-૪૨/૪૭) વિચારી ગયા છીએ. માટે ઉપરોક્ત અનેક દૃષ્ટાંતો તર્કો દ્વારા આગમ અને વિજ્ઞાનના સિદ્ધાન્તોનો સમન્વય કરવામાં આવે તો ઈલેક્ટ્રીસીટી પણ બાદર તેઉકાય જીવ સ્વરૂપે જ નિશ્ચિત થાય છે. માટે “ઈલેક્ટ્રીસીટી અને બલ્બપ્રકાશ- નિર્જીવ છે – આ મહાપ્રજ્ઞજીની સ્વકલ્પિત માન્યતા જણાય છે, આગમઆધારિત નહિ- આટલું નિશ્ચિત થાય છે. » ઓઘનિર્યુક્તિ આદિના અભિપ્રાયે પ્રકાશ સજીવ
આગમશાસ્ત્રો ભણવા માટે જૈન સાધુ ભગવંતોએ કાલગ્રહણની મહત્ત્વપૂર્ણ ક્રિયા કરવાની હોય છે. આગમ ભણવા માટે જે અતિ આવશ્યક ગણાય છે તેવા કાલગ્રહણની વિધિનું નિરૂપણ આવશ્યકનિયુક્તિ-ચૂર્ણિ, ઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી આવે છે. આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org