Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
પીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે કે ‘ન્તિ ત્તિ નિ પેદાવીળિ કરતસ્સ ઝી વિરાદન્નતિ' (નિ.ભાષ્ય.૨૦૯ ચૂર્ણ) અર્થાત્ જે મકાનમાં, ઉપાશ્રયમાં દીવાનો પ્રકાશ ફેલાયેલો હોય, લાઈટ આવતી હોય ત્યાં જો વસ્ત્રાદિનું પડિલેહણ વગેરે કરવામાં આવે તો અગ્નિકાય જીવની વિરાધના થાય છે. માટે ખુલ્લી લાઈટ-દીવો વગેરે ચાલુ હોય ત્યાં સાધુ-સાધ્વીજી ભગવંતો પડિલેહણ વગેરે કરી ન શકે. જો ઉજેહીમાં વસ્ત્રાદિનું પડિલહેણ કરવામાં આવે તો તેઉકાયના સંઘારૂપે વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત્ત નિશીથચૂર્ણિમાં ‘સતિયા વરાં નિંદતિ માસલવ' (ગા.૨૦૯) આવા શબ્દો દ્વારા જણાવેલ છે.
તે જ રીતે મકાનમાં, ઉપાશ્રયમાં પોતાના ઉપર દીવાનો પ્રકાશ આવતો હોય, લાઈટ આવતી હોય તો ઉપાશ્રયની બહાર નીકળતાં કે અંદર પ્રવેશ કરતી વેળાએ પણ અગ્નિકાયની વિરાધના ન થાય તે માટે સાધુ ભગવંતો પગને પૂજવાનું કાર્ય ન કરે, ઉપાશ્રયમાં કાજો ન કાઢે, મોઢેથી ‘આવસહિ-નિસીહિ' વગેરે ન બોલે. ઉપાશ્રયમાં પોતાના ઉપર લાઈટ પડતી હોય તો સાધુ ભગવંત તેઉકાયના જીવોની રક્ષા માટે વંદન વગેરે પણ ન કરેઆવું નિશીથપીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો
'णिग्गच्छंता पविसंता वा वसहिं न पमज्जति त्ति वृत्तं होइ । मूगा संति वाया अणुच्चरणं, वंदणगहीणं वंदनं न ददातीत्यर्थः ' (નિશીથભાષ્ય.૨૨૩ ચૂર્ણિ).
આચારાંગસૂત્રની પ્રથમ ચૂલિકામાં ‘ઞળા! વા ઉન્નતિયપુર્વ્ય ભવદ્... યમાતાં ! મહાસાવ...જિરિયા યાવિ મવદ્' (અધ્ય.૨ ઉદેશ-૨) આવું કહેવા દ્વારા અગ્નિ સળગતો હોય તેવી વસતિ (=ઉપાશ્રયાદિ) મહાસાવદ્યક્યિા નામે ઓળખાવેલ છે તથા બૃહત્કલ્પસૂત્રમાં ‘વસવસ્ત अंतो वगडाए सव्वराईए जोई झियाएज्जा, नो कप्पइ निग्गंथाण वा निग्गं
Jain Education International
-
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org