Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ચઢિયાતા છે. અત્યંતર તપમાં અંતિમ અને ઉત્કૃષ્ટ પ્રકાર છે કાયોત્સર્ગસાધના. કાયાનો અમુક સંકલ્પ કરવા સાથે ત્યાગ કરીને આત્માને વિશુદ્ધ આલંબનમાં જોડી રાખવાની અદ્ભુત સાધના સ્વરૂપ કાર્યોત્સર્ગમાં ૧૬ પ્રકારના આગાર (અપવાદ-છૂટ) આવશ્યકસૂત્રમાં બતાવેલ છે. તેમાં એક આગાર છે દીવાની ઉજેહી. આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ
'अगणीओ छिंदिज्ज व बोहियखोभाइ दीहडक्को वा । આરેનિંગમનો ગુસ્સો વમાર્દિ।।' (ગા.૧૫૧૬)
ઈત્યાદિરૂપે કાયોત્સર્ગના આગાર (=અપવાદ) બતાવેલ છે. તેમાં ‘સીએ' પદ દ્વારા જે આગાર બતાવેલ છે તેની વ્યાખ્યામાં શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા જણાવે છે કે
'यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय
ત્વગ્રહનું ર્વતો ન હ્રાયોત્સર્નમ:' (ગાથા-૧૫૧૬)
મતલબ કે કાયોત્સર્ગ ચાલુ હોય ત્યારે કોઈ માણસ મીણબત્તી, ફાનસ, દીવો, લાઈટ વગેરે ચાલુ કરે અને તેનો પ્રકાશ = ઉજેહી જો કાયોત્સર્ગના સાધક ઉપર પડે તો કાયોત્સર્ગ કરનાર પોતાના શરીરને ઉનની કામળીથી ઢાંકે, કામળી ઓઢે તો કાયોત્સર્ગ ભાંગતો નથી.
જો દીવાની ઉજેહી, લાઈટનો-તેઉકાયનો પ્રકાશ અચિત્ત હોય તો ચાલુ કાયોત્સર્ગે કામળી ઓઢવાની વાત શાસ્ત્રકાર પરમર્ષિ શા માટે કરે ? ચાલુ કાયોત્સર્ગમાં કામળી ઓઢવાની જે વાત કરેલ છે તે સિદ્ધ કરે છે કે શરીર ઉપર આવતો લાઈટનો-તેઉકાયનો પ્રકાશ, મીણબત્તી-ફાનસ-દીવા વગેરેનો પ્રકાશ સચિત્ત = સજીવ છે. માટે જ તેની રક્ષા કરવા માટે ચાલુ કાયોત્સર્ગે ઉનની કામળી ઓઢવાની શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરજ પાડે છે. મોટા દોષથી
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org