Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
મહાપ્રજ્ઞજી જેવા મર્યાદાપુરુષ જાણીબૂઝીને આવું કરી શકે તેવી કલ્પના પણ હું કરી શકતો નથી. છતાં હકીકત કાંઈક જુદી જ જણાય છે.
ઈલેકટ્રીસીટી નિર્જીવ છે. વિદ્યુત પ્રકાશ અચિત્ત છે.” આ બાબતનો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોય તો ખુશીથી તેરાપંથી આચાર્યશ્રી નથમલજી જાહેરમાં જણાવે. તે અંગે યોગ્ય વિચાર-વિમર્શ અવશ્ય કરવામાં આવશે.
જૈન આગમ અને આગમઆધારિત પ્રાચીન ગ્રંથો તો આપણે સહુ સ્વીકારીએ જ છીએ. તેના અર્થઘટનમાં આમ્નાયભેદ સંપ્રદાયભેદ ગચ્છભેદના લીધે તાત્ત્વિક રીતે કોઈ સૈદ્ધાત્તિક નવો મતભેદ ઊભો કરવાની કોઈ જ જરૂર જણાતી નથી. સજીવ-નિર્જીવની વિચારણા કરવામાં પરંપરાભેદ કે સંપ્રદાયભેદનો મુદ્દો તદ્દન અર્થહીન છે.
કું આવશ્યકનિર્યુક્તિના આધારે પ્રકાશની સચિતતા
વાસ્તવમાં તો વીજળીના દીવાની ઉજેડી/દીપકપ્રકાશ સચિત્ત હોવાના હજુ બીજા પણ અનેક અણસાર-ઈંગિત આપણને આગમમાં અને પ્રાચીન જૈનગ્રન્થોમાં ઉપલબ્ધ થાય છે. તેના વિશે હવે આપણે વિચાર કરીએ.
મોક્ષને મેળવવા માટે સંવર અને નિર્જરા ધર્મની આરાધના પ્રધાન ગણાય છે. ચારિત્ર દ્વારા સંવર ધર્મની સાધના તથા તપ દ્વારા નિર્જરા ધર્મની ઉપાસના વિશિષ્ટ રીતે કરી શકાય છે. તેમાં પણ તપના બાહ્ય અને અત્યંતર- બે પ્રકાર શ્રી દશવૈકાલિકનિર્યુક્તિમાં (ગાથા-૪૭-૪૮) શ્રી ભદ્રબાહુસ્વામીજીએ બતાવેલા છે. અત્યંતર તપની પુષ્ટિ માટે બાહ્ય તપ આદરણીય હોવાથી અત્યંતર તપ મુખ્ય છે. અત્યંતર તપના છ પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. ઉત્તરોત્તર આ તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org