Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ઉપર ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો તે બૂઝાઈ જાય છે. જો કે પૂર્વે (પૃષ્ઠ.૩૦) આપણે ઑક્સિજન વિના પણ આગ લાગી શકે છે તેના અનેક ઉદાહરણો વિચારી ગયા જ છીએ. છતાં પણ
ઑક્સિજન વિના આગ ન લાગે” આ વાતને આપણે એક વાર સત્ય માની લઈએ તો પ્રસ્તુતમાં એમ કહી શકાય છે કે મીણબત્તી, અગરબત્તી, તેલનો દીવો, કોલસો વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઈંધણવાળો છે. તે ઑક્સિજન નામના વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે તેના ઉપર ગ્લાસ, તપેલી વગેરે ઢાંકવામાં આવે તો તે નવો ઑક્સિજન ન મળતાં બૂઝાઈ જાય છે . પરંતુ આકાશીય વીજળી, ઈલેક્ટ્રીસીટી, વિદ્યુતપ્રકાશ વગેરે તો પૂર્વે (પૃષ્ઠ. ઉ૫) જણાવ્યા મુજબ ઈંધણરહિત – નિરિધન અગ્નિકાય છે. નિરિંધન અગ્નિકાયને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે તેવું માનવાની આવશ્યકતા નથી. ઓક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તેવું માની શકાય છે. શાસ્ત્રમાં તો “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય' આટલું જણાવેલ છે. “જ્યાં અગ્નિકાય હોય ત્યાં ઑક્સિજન નામનો વાયુ હોય' - આવું જણાવેલ નથી. માટે “ઑક્સિજન ન હોવાથી બલ્બમાં અગ્નિકાય જીવ ઉત્પન્ન થઈ ન શકે' - આવું કહી ન શકાય.
અન્ય એક મહત્ત્વની વાત એ છે કે નાઈટ્રોજન, આર્ગન વગેરે ઉમદા વાયુમાં ઑક્સિજન વાયુનું થોડું પ્રમાણ હોય જ છે. આ વાત વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન' નામના પુસ્તકમાં ડૉ. સી.બી. શાહ (M.Sc. P.H.D.) દ્વારા જણાવવામાં આવેલ છે. તે ઓક્સિજનને શોષી શકાય છે. એ વાત અલગ છે.
નાઈટ્રોજન વગેરે વાયુ ઉમદા-નિષ્ક્રિય હોવાથી ગમે તેવા ઊંચા ૧. વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન-ભાગ-૫, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
-- ૬૮),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org