Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
વિવિસ્વર્ગાપેક્ષવા....' આમ કહેલ છે. મતલબ કે અચિત્ત પૃથ્વીના પુદ્ગલોનો ગરમ સ્પર્શ નહિ પણ સચિત્ત પૃથ્વીકાય વગેરે ખ્વોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે. આમ ‘નરકમાં અનુભવાતા ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ જ છે અને જીવના પ્રયોગથી જ તે ઉષ્ણ સ્પર્શ ઉત્પન્ન થાય છે' -આવું સિદ્ધ થાય છે. તે ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ હોય તો જ ‘મવાન્તરાનુભૂતતેનÓાવિપર્યાય' આવું વિશેષણ પૃથ્વીકાયને લગાડી શકાય.
નરકની ગરમીનું વર્ણન કરવાના પ્રસંગે વાદીવેતાલ શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનવૃત્તિમાં ‘અખો તેવમાયાતે' (૧૫૪૯) આવું કહેવા દ્વારા ‘નરકમાં જે ઉષ્ણસ્પર્શ અનુભવાય છે તે દેવમાયાકૃત હોય છે’- તેવું જણાવીને ત્યાં કૃત્રિમ ઉષ્ણ સ્પર્શ પરમાધામી દેવના પ્રયત્નને આભારી છે- આવું સૂચિત કરેલ છે. તથા ત્યાં જ આગળ ઉપર તેઓશ્રીએ ‘તત્રોળઃ પૃથિવ્યનુમાવ' (૧૯/૫૦) આવું કહીને નરકમાં જે સ્વાભાવિક ગરમી હોય છે તે પૃથ્વીકાય જીવોનો ઉષ્ણસ્પર્શ છેએવું જણાવેલ છે.
પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે પણ ‘નરાવાસપુ સ્પર્શમિનિપપાનક્ષેત્રપ્ન' (૫૬-૯ સૂ.૧૫૦પૃષ્ઠ.૨૨૫) આવું કહેવા દ્વારા ‘નરકની ગરમી ત્યાંના ક્ષેત્રનો પરિણામ છે’- આમ જણાવેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે નરકની તે સ્વાભાવિક ગરમી પૃથ્વીકાયના જીવોનો ગુણધર્મ છે.
ભગવતીસૂત્રના ૧૦મા શતકના બીજા ઉદ્દેશાની ટીકામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે કહેલ છે કે ‘નારાળાં થવુપપાતક્ષેત્ર તનુસ્પર્શરિતમ્' (પૃષ્ઠ ૪૯૬) અર્થાત્ નરકમાં ઉપપાતક્ષેત્રની ઉષ્ણતા હોય છે. આ રીતે પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ પરિણામ સાબિત થાય છે. પણ જીવના સહયોગ વિના તો ત્યાં ઉષ્ણ સ્પર્શ-દાહ વગેરે થઈ ન જ શકે. આટલું તો નિશ્ચિત જ છે.
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org