Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શરીરમાં જ જોવા મળે છે. જો કેવળ પુદ્ગલને આધારે જઠરાગ્નિ વગેરે હોય તો મડદામાં પણ જઠરાગ્નિ-તાવ વગેરે જોવા મળવા જોઈએ. આચારાંગટીકામાં શ્રીશીલાંકાચાર્યજી તો સ્પષ્ટપણે જણાવે છે કે ‘સર્વોપામાત્મયોપૂર્વ યત ૩_પરિણામમાā તમાત્રાનેાન્તઃ' (પ્રથમ અધ્યયન-નિર્યુક્તિગાથા-૧૧૯ વૃત્તિ) અર્થાત્ તમામ ઉષ્ણપરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તે પ્રયત્ન સાક્ષાત્ હોય કે પરંપરાએ હોય- તે વાત અલગ છે.
“નરકમાં અગ્નિકાય નથી' - એવી તેઓશ્રીની વાત સાચી છે. પણ દ્રવ્ય લોકપ્રકાશના પાંચમા સર્ગમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પૃથવ્યાટ્રિપુતાનાં સ્વરામ તાદ્દશઃ” (લો પ્ર.સર્ગ-૫ ગાથા.૧૮૨) અર્થાત્ નરકમાં અનુભવાતી એ ઉષ્ણતા પૃથ્વીકાય વગેરેના જીવોનો પરિણામ છે.
ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ કહેલ છે કે “દ તેનાથવ પરમધર્મનિર્મિતન્વનરશવતૂનાં स्पर्शः = तेजस्कायिकस्पर्शः... अथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवी
વિવાતિસ્પર્શાવક્ષયા વ્યાધેય' (ભ.શ.૧૩/ ઉદેશો-૪ વૃત્તિ પૃષ્ઠ-૬૦૭) મતલબ કે “પરમાધામીએ વિફર્વલી અગ્નિતુલ્ય વસ્તુનો સ્પર્શ જાણે કે અગ્નિકાયનો જ સ્પર્શ હોય તેમ નારકીને લાગે છે. અથવા કોઈ અન્ય ભવમાં અનુભવેલા અગ્નિકાયના પર્યાયવાળા પૃથ્વીકાય વગેરેના જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે... ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજના ઉપરોક્ત શબ્દ દ્વારા ફલિત થાય છે કે નરકમાં નારકી જીવોને જે ગરમીનો અનુભવ થાય છે તેમાં પરમાધામી દેવાનો પ્રયત્ન કામ કરે છે અથવા પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ સ્પર્શ છે.
અહીં મહત્ત્વની નોંધપાત્ર વિગત એ છે કે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં “પૃથિવીપુલ્તાવિશપક્ષય...' આમ કહેવાના બદલે થવી
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org