Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
% અચિત્ત પ્રકાશ અંગે વિચારણા |
અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે કોઈ પણ વસ્તુ પુદ્ગલથી બનેલી હોવા માત્રથી અચિત્ત છે- એવું સિદ્ધ થઈ શકતું નથી. આપણું શરીર પણ દારિક વર્ગણાના પુદ્ગલોથી બનેલું છે. તો શું તે સર્વથા અચિત્ત છે? શું એકાંતે તે નિર્જીવ છે ? કે પછી તે પુલોનો જીવયુક્ત જથ્થો છે ? તેથી વર્ણ વગેરે પુદ્ગલના લક્ષણોથી યુક્ત હોવાના લીધે વિદ્યુતપ્રકાશ પૌદ્ગલિક છે- તેવું માનવામાં આવે તો પણ તેની અચિત્તતા સિદ્ધ થતી નથી. ઊલટું તે પુદ્ગલોને બલ્બમાં કોણે ભેગા કર્યા? એ પ્રશ્ન ઉભો થાય છે. તેનો કર્તા જીવ જ હોય. એટલે ત્યાં જીવની હાજરી અવશ્ય છે જ.
તે જ રીતે આગિયાનો પ્રકાશ ભલે અચિત્ત હોય પણ આગિયો પોતે તો જીવ જ છે. બાકી મરેલો આગિયો કેમ જીવતા આગિયાની જેમ ઝબૂક-ઝબૂકરૂપે ચમકતો નથી ? તથા ચંદ્રપ્રકાશ અચિત્ત હોવા છતાં તે ચંદ્રબિંબગત પૃથ્વીકાયના જીવોને આભારી છે. ઠંડી ચાંદની ચંદ્રબિંબગત પૃથ્વિકાયના જીવોના ઉદ્યોત નામ કર્મને આભારી છે. પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલય-ગિરિસૂરિજીએ જણાવેલ છે કે “યહુદયાત્ નમ્નશરીરાશિ અનુપ્રકાશ ઉદ્યોત ફર્વત્તિ, यथा यति-देवोत्तरवैक्रिय-चन्द्र-नक्षत्र-तारक-विमान-रत्नौषधयः तद् उद्योतनाम' (પદ-૨૩/ઉદ્દેશ-ર/સૂત્ર-૫૪૦) આથી નિશ્ચિત થાય છે કે ચંદ્ર, નક્ષત્ર, તારા, રત્નો, ઔષધિ વગેરેનો પ્રકાશ પણ જીવસાપેક્ષ છે, ઉદ્યોતનામકર્મસાપેક્ષ છે. માટે સ્વયંપ્રકાશિત મણિ વગેરેનો પણ પ્રકાશ પૃથ્વીકાયના જીવને આધારે છે- એવું સિદ્ધ થાય છે. પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં “મરી મસાર જો મુયમો ફંદ્રનીને ' (૧/૧૫) આવું કહીને ઈન્દ્રનીલ વગેરે મણિઓ બાદર પૃથ્વીકાય જીવના ભેદરૂપે જણાવેલ છે. તેથી ઉદ્યોત નામકર્મના ઉદયથી રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org