Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ક્ષેત્રના સમન્વયથી વિદ્યુતઊર્જાનું નિર્માણ થાય છે. તેને વીજચુંબકત્વ કહેવાય છે. તેને ટૂંકમાં ‘EM' કહે છે. તેમ આ શાબ્દિક વ્યાખ્યા અનુસાર વિદ્યુત એ વીજચુંબકીયક્ષેત્રથી ઉત્પન્ન થાય છે. વિદ્યુત એ પ્રકાશ કે રેડિયો તરંગની સમાન જ છે. A.C. (ઑલ્ટરનેટીંગ કરન્ટ) પાવરમાં ૬૦ હર્ટઝ વિદ્યુતચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત ઉત્પન્ન થયેલી હોય છે. DC. (ડાયરેક્ટ કરન્ટ) પ્રકારના વિદ્યુત પરિપથમાં EM ક્ષેત્ર સ્થિર છે અને તેની આવૃત્તિ શૂન્યની નજીક છે.
આ વ્યાખ્યાઅનુસાર, વિદ્યુતઊર્જાના નાનામાં નાની માત્રાવાળા વીજચુંબકીયક્ષેત્રના મૂળભૂત કણને ફોટૉન કહે છે.”
બલ્બ ફિલામેંટને પ્રકાશમાન કરનાર વાયરમાં ગતિમાન ઈલેક્ટ્રીક ચાર્જ એટલે વિદ્યુતપ્રવાહ. (જુઓ વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાનભાગ-૭, પૃષ્ઠ-૩૮૦) વિદ્યુતનો પ્રવાહ તો વીજાણુ (Electron) સ્વરૂપ જ છે. તથા electron તો દ્રવ્યાત્મક જ છે. તેથી ઈલેક્ટ્રૉનનો પ્રવાહ (લો) પણ દ્રવ્ય સ્વરૂપ જ સિદ્ધ થાય.
પ્રાણવાયુના અણુનું દળ ૫.૩ x ૧૦૨૩ છે. તથા અણુના ઘટક એવા વીજાણુ (ઈલેક્ટ્રૉન)નું દળ ૯.૧ × ૧૦ છે. (જુઓ જ્ઞાનસંહિતા . પૃષ્ઠ-૧૪૫ પાંચમી આવૃત્તિ) આવા સૂક્ષ્મકણ સ્વરૂપ ઈલેક્ટ્રૉન (વીજાણુ) કરતાં ઘણો નાનો કણ ફોટૉન (=તેજાણુ) પણ ઈલેક્ટ્રૉનની જેમ દ્રવ્યસ્વરૂપ જ છે. - આવો વૈજ્ઞાનિક સિદ્ધાંત અહીં નોંધપાત્ર છે. દળ, કદ, આકાર, ઘનતા વગેરે દ્રવ્યના લક્ષણો ઈલેક્ટ્રૉન, ફોટૉનમાં વૈજ્ઞાનિકોને ઉપલબ્ધ થયેલ છે જ.
આ ઈલેક્ટ્રીસીટી વ્ય-ભાવ ઉભયસ્વરૂપ છે
Dr. V.P.B. અને R.D.R. નામના બે વિદ્વાનો વિજ્ઞાનકોષભૌતિકવિજ્ઞાન પુસ્તકમાં જણાવે છે કે ‘ઊર્જા અને દ્રવ્ય, એ બે તત્ત્વો વડે ભૌતિક જગત રચાયું છે. સાપેક્ષવાદ (શોધાયા) પહેલાં આ બે
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org