Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ઈલેકટ્રૉનનો જથ્થો એકીસાથે વાયરમાંથી અત્યંત ઝડપથી પસાર થાય છે. જે જાડા વાયરમાંથી કરોડો ગતિશીલ ઈલેકટ્રોનો (=વીજળીતેઉકાય) એકીસાથે પસાર થાય ત્યાંથી અત્યંત પાતળા વાયુને પસાર થવામાં શું તકલીફ પડે ?
મોર્ડન સાયન્સ કહે છે કે ગમે તેવી અભેદ્ય દીવાલ વગેરેમાંથી ન્યુટ્રીનો ( એક સૂક્ષ્મ કણ) આસાનીથી પસાર થઈ શકે છે. સાયન્સ મુજબ ઈલેક્ટ્રૉનનો તીવ્રગતિશીલ પ્રવાહ એ વીજળી ( તેઉકાય) છે. તથા ઈલેક્ટ્રૉન કરતાં ન્યુટ્રીનો અત્યંત નાનો કણ છે. સાયન્સના સિદ્ધાન્ત મુજબ, ન્યુટ્રીનોનો ક્રોસ સેકશન એરિયા ૧૦૮ સેન્ટીમીટર છે. તથા ભગવતીસૂત્ર (૧૯૩) મુજબ તેઉકાય કરતાં વાયુકાય અસંખ્ય ગુણ હીન છે. માટે જ્યાંથી ઈલેક્ટ્રીસીટી = કરોડો ઈલેક્ટ્રૉનનો જથ્થો (તેઉકાય) પસાર થઈ શકે તેમાંથી વાયુકાય અવશ્ય પસાર થઈ શકે જ છે. તેથી જે વાયરમાંથી ઈલેકટ્રીસીટી-અગ્નિકાય પસાર થાય તે વાયર વગેરેના માધ્યમથી બલ્બમાં વાયુકાયનો પ્રવેશ માનવામાં કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાન્ત કે જેન સિદ્ધાન્તનો ભંગ થતો નથી.'
માટે “તે વાસદ થા' (ઉત્તરાધ્યયનસૂત્ર-૨/પ લક્ષ્મીવલ્લભસૂરિવૃત્તિમાં ઉદ્ધત) આ ટંકોત્કીર્ણ શાસ્ત્રવચન મુજબ તથા “યત્ર ના તત્ર વાપુ' (શતક-૧૬/ઉદ્દેશો-૧/સૂત્ર-૧૬૨ વૃત્તિ) આ પ્રમાણે ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીના વચન પ્રમાણે અને પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીના “યત્ર નઃ તત્ર વાપુ તિ વવનાત્ (પિ.નિ.૫૦૦ મલયગિરિવૃત્તિ) આ વચનાનુસાર “અગ્નિકાયના જીવ વાયુકાયના જીવની સાથે જ હોય”, “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય જ આ સિદ્ધાન્ત મુજબ વાયુવાળા બલ્બમાં સજીવ અગ્નિ સિદ્ધ થાય છે.
(5 તૂટેલો બલ્બ કેમ પ્રકાશતો નથી ? (S અહીં કદાચ કોઈને શંકા થઈ શકે કે બલ્બની અંદર
(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org