Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
છે ઈલેક્ટ્રીસીટીમાં ઉષ્ણતા પણ છે જ છે
શંકા - જો વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી ખરેખર અગ્નિકાય જીવ હોય તો જેમ દાહકતા નામનો ગુણધર્મ તેમાં હોય છે તેમ તેમાં ઉષ્ણતા પણ જોવા મળવી જોઈએ. કારણ કે દાહકતાની જેમ ઉષ્ણતા/ગરમી પણ તેઉકાય જીવનું લક્ષણ છે.
સમાધાન :- વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં ઉષ્ણતા/ ગરમી પણ હોય જ છે. માટે તો એ.સી., કોમ્યુટર, ટી.વી. ચેનલ, લાઈટ વગેરે ૩/૪ કલાક સતત ચાલુ રાખવામાં આવે તો દુકાન, ઘર વગેરેમાં ફીટીંગ કરેલા બંધ વાયર પણ બહારથી ગરમ લાગે જ છે. વાયરની અંદર તીવ્ર ગતિથી વહેતી ઈલેક્ટ્રીસીટીની આ ઉષ્ણતા પણ ઘર્ષણજન્ય છે. માટે તે ઘર્ષણજન્ય તેઉકાય જીવનો જ એક પ્રકાર છે. જો કે પાવરહાઉસવાળાઓ દુકાન-ઘર વગેરેમાં ફકત પાંચ એમ્પીયરવાળી (બે પીનવાળા પ્લગ માટે) કે પંદર એમ્પીયરવાળી (ત્રણ પાનવાળા પ્લગ માટે) ઈલેક્ટ્રીસીટી સપ્લાય કરતા હોય છે. તેથી ગરમ થવા છતાં તે વાયર ઓગળતો નથી. પરંતુ જો પચાસ એમ્પીયરવાળી ઈલેક્ટ્રીસીટી દુકાન ઘર વગેરેમાં ફીટીંગ કરેલા વાયરમાંથી પસાર કરવામાં આવે તો અવશ્ય તે વાયરનું ઈસ્યુલેશન તરત જ ઓગળી જાય | પીગળી જ જાય અને સ્પાર્ક થઈને ઈસ્યુલેશન સળગવા માંડે. તથા હાઈટેન્શનવાળા ખુલ્લા ટ્વસ્ટેડ વાયરમાંથી જે ૫૦૦ થી ૮૦) એમ્પીયરવાળી તીવ્રતમ પાવરની ઈલેક્ટ્રીસીટી પસાર કરવામાં આવે છે તે જો દુકાન/ઘરમાં ફિટીંગ કરેલ વાયરમાંથી પસાર કરવામાં આવે તો તે તાંબાનો તાર અને તેની ઉપરનું બહારનું રબર-કવર તાત્કાલિક સળગી જ જાય, ભડકો થઈ જાય. મોટો ધડાકો થાય. અરે ! તેવી પાવરફુલ આઠસો ૧. એપીયર = કરન્ટનો એકમ-યુનિટ.
૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org