Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
એમ્પીયરવાળી ઈલેકટ્રીસીટી તો શહેરમાં રોડ પરના થાંભલાના જાડા વાયરને પણ સળગાવી નાંખે ઓગાળી નાંખે. તેવી ભયંકર ઉષ્ણતા તેમાં હોય જ છે. માટે ઈલેક્ટ્રીસીટી અગ્નિકાય જીવસ્વરૂપ જ છે.
૩૭૦ થી ૮૦) એમ્પીયરવાળી ઈલેકટ્રીસીટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વસ્ટેડ વાયરને જો ઝાડ અડી જાય તો તરત જ તે ઝાડ બળવા માંડે છે, કોલસો થઈ જાય છે. જો તે હાઈટેન્શન વાયર લાઈન્સની નજીકમાં કોઈ મોટું ઝાડ હોય તો તે ઝાડને તે ખુલ્લા વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી પોતાના તરફ ખેંચી લે છે અને તેને બાળી નાંખે છે. આવું G.E.B. સાબરમતી-અમદાવાદના ડેપ્યુટી એજીનીયર શ્રી મુકેશભાઈ સંઘવી જણાવે છે. આથી ઈલેક્ટ્રીસીટી તેઉકાયજીવરૂપે જ સિદ્ધ થાય છે.
તે જ રીતે ખુલ્લા હાઈટેન્શન વાયર નીચે જો કપાસનો ખુલ્લો ઢગલો ૫/૬ ફૂટ દૂર રાખવામાં આવે તો તે તરત સળગવા માંડે છે. માટે જ કપાસ-જનની મીલોમાં હાઈટેન્શન વાયરની આજુબાજુમાં રૂનો ઢગલો કરવાની મનાઈ હોય છે. તેવા અવસરે તેવા પ્રસંગમાં આગ લાગવાના અનેક પ્રસંગો દાહોદ વગેરેની જીનીંગ મીલમાં બની ચૂકેલા છે. આ હકીકત પણ ઈલેક્ટ્રીસીટીને તેઉકાય જીવસ્વરૂપે સિદ્ધ કરે છે. ઘર વગેરેમાં વપરાતી ફકત પાંચ કે પંદર એમ્પીયરવાળી ઈલેક્ટ્રીસીટીની ગરમી | ઉષ્ણતા અલ્પ હોવા માત્રથી તેને નિર્જીવ કહી ન જ શકાય. બાકી તો દાવાનળ કે ટાટા સ્ટીલની ભઠ્ઠીની અપેક્ષાએ અત્યંત ઓછી ઉષ્ણતાવાળી મીણબત્તી-અગરબત્તી વગેરેની આગને પણ નિર્જીવ માનવી પડશે.
Aણાંગસૂત્રમાં “સંતો સંતો લિયયંતિ' (૮/૭૦૨) આ પ્રમાણે કહેવા દ્વારા તથા જીવાભિગમસૂત્રમાં “સંતો સંતો દુહુમારું' (૩/૨ ૧૦૫) આવા શબ્દો દ્વારા અંદરમાં ને અંદરમાં ભડભડ બળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org