Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
તો માત્ર પ્રકાશપુંજ જ છે. બલ્બની બહાર પણ માત્ર અચિત્ત પ્રકાશપુંજ જ ફેલાય છે' એવું માની શકાતું નથી. આમ શાસ્ત્રાનુસાર, તર્કોનુસાર, અનુભવાનુસાર તથા વિજ્ઞાન મુજબ વિચારીને પરસ્પર સમન્વય કરવામાં આવે તો બલ્બમાં થતો વિદ્યુતપ્રકાશ પણ વીજળીની જેમ સચિત્ત અગ્નિકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે.
* કાર્ય દ્વારા ઈલેક્ટ્રીસીટીની સવતા સિદ્ધ આચારાંગનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ
'दहणे पयावण- पगासणे य सेए य भत्तकरणे य । વાયર તેડાણ વાળનુળા મજુસ્સાનું ।।' (ગાથા-૧૨૧)
આ પ્રમાણે બાદર તેઉકાયના ઉપયોગને બતાવેલ છે. બાળવુંતપાવવું-પ્રકાશવું-પરસેવો પાડવો-રાંધવું વગેરે સ્વરૂપે મનુષ્યના વપરાશમાં જેમ બળતણનો અગ્નિ ઉપયોગી બને છે તેમ વીજળી-ઈલેક્ટ્રીસીટી પણ તેવા કામમાં વધુ સારી રીતે ઉપયોગી બને છે. આમ તેઉકાય અને કૃત્રિમ વીજળીના ગુણધર્મો, સ્વરૂપ, સ્વભાવ, કાર્ય, લક્ષણ વગેરે પરસ્પર મહદંશે સમાન હોવાથી કૃત્રિમ વીજળી = ઈલેકટ્રીસીટી ચિત્ત તેઉકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. તથા વિદ્યુતપ્રકાશ તો (પૃષ્ઠ.૪૯માં જણાવ્યા મુજબ) લક્ષણ દ્વારા તેઉકાયસ્વરૂપ સિદ્ધ થઈ ચૂકેલ છે જ. તેઉકાયનું કારણ વાયુ છે. તેથી ઉપરોક્ત કાર્ય-કારણભાવ જ બલ્બમાં તથાવિધ વાયુની હાજરી સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે.
* લક્ષણ દ્વારા પદાર્થસિદ્ધિ
સામાન્યથી એક નિયમ છે કે જે વસ્તુના લક્ષણ જ્યાં દેખાય તે પદાર્થ તે વસ્તુસ્વરૂપે માન્ય કરવો પડે. જીવના લક્ષણ જ્યાં દેખાય તેનો જીવ તરીકે સ્વીકાર થાય. જડના લક્ષણ જ્યાં દેખાય તેનો જડ તરીકે સ્વીકાર થાય. બૃહત્કલ્પભાષ્યપીઠિકામાં ‘જો તુ ત્તિ
Jain Education International
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org